Mukhy Samachar

News of Friday, 17th February, 2017

ત્રણ પેસેન્જરના પાછળના પ્રાઇવેટ પાર્ટમાં સંતાડેલી સોનાની આઠ લગડી મળી

એરપોર્ટ પર દાણચોરો સક્રિય ?: છેલ્લા ત્રણ દિવસમાં ર૧.૮૪ લાખનું ગોલ્ડ અને ૧પ.પ૬ લાખની ફોરેન કરન્સી જપ્ત

   મુંબઇ, તા. ૧૭ : એરપોર્ટ પર દાણચોરો દિન-પ્રતિદિન સક્રિય થઇને સોનું અને ડયુટી ભર્યા વગર અન્ય પ્રતિબંધિત માલસામાન લાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મુંબઇ કસ્ટમ્સના અધિકારીઓએ જુદા જુદા બે કેસમાં કુલ ર૧,૮૪,૪૮૦ રૂપિયાનું દાણચોરીથી લાવવામાં આવેલું સોનું, એક કેસમાં ૧પ,૪૬,૭૩૮ રૂપિયાની ફોરેન કરન્સી તથા બે કેસમાં ૬૩૦ કિલો રકતચંદન જપ્ત કરીને બે મહિલા સહિત ચાર પેસેન્જરની ધરપકડ કરી છે.

   એઆઇયુના અધિકારીએ જણાવ્યું હતું કે એર કાર્ગો શિપમેન્ટમાં બુધવારે તપાસ દરમ્યાન એક કન્સાઇનમેન્ટમાં દાણચોરીથી લાવવામાં આવી રહેલું ૪૦૦ કિલો રકતચંદન ઝડપાયું હતું. આ રકતચંદનને ફર્નીચર ડેકોર પાર્ટસના નામે લાવવામાં આવી રહ્યું હતું.

 (11:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો