Mukhy Samachar

News of Friday, 17th February, 2017

RBIના ગવર્નર રાજન હતા ત્યારે જ ર૦૦૦ની નોટનું પ્રિન્ટીંગ શરૂ થયુ હતુ

રાજન ગવર્નર પદે હોવા છતાં ઉર્જીત પટેલની સહી સાથેની ર૦૦૦ની નોટ છાપવાનું શરૂ કરી દેવાયુ હતુઃ ચોંકાવનારો ખુલાસોઃ શા માટે રાજનની સહી લેવામાં ન આવી ? ઉઠતા સવાલોઃ પ૦૦ની નોટનું પ્રિન્ટીંગ મોડે-મોડેથી ર૩ નવેમ્બરે શરૂ થયુ હતુ

RBIના ગવર્નર રાજન હતા ત્યારે જ ર૦૦૦ની નોટનું પ્રિન્ટીંગ શરૂ થયુ હતુ

   નવી દિલ્હી તા.૧૭ : એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે જયારે રિઝર્વ બેંકના ગવર્નર પદે રઘુરામ રાજન હતા ત્યારે રૂ.ર૦૦૦ની નોટ છાપવામાં આવી હતી પરંતુ તેમા વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી ન હતી. હિન્દુસ્તાન ટાઇમ્સની ઇન્વેસ્ટીગેશન ટીમે આ બાબત શોધી કાઢી છે. નવી નોટની ડિઝાઇન અને રંગનો ફેંસલો રઘુરામ રાજનના કાર્યકાળમાં જ નક્કી થઇ ગયો હતો. જયાં રિઝર્વ બેંકની ર૦૦૦ની નોટ છાપવામાં આવી છે તે બે પ્રેસે જણાવ્યુ છે કે, અમે પ્રિન્ટીંગના પ્રથમ તબક્કાની શરૂઆત રરમી ઓગષ્ટના રોજ શરૂ કરી હતી. સરકારે રિઝર્વ બેંકના નવા ગવર્નર ઉર્જીત પટેલના નામની જાહેરાત કરી તેના પ્રથમ દિવસે જ પ્રિન્ટીંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. જો કે ઉર્જીત પટેલે જાહેરાતના બે સપ્તાહ સુધી રાજન પાસેથી ચાર્જ સંભાળ્યો ન હતો. તેમણે ૪ સપ્ટેમ્બરે ચાર્જ લીધો હતો ત્યારે સવાલ એ ઉઠે છે કે નોટ ઉપર વિદાય લઇ રહેલા ગવર્નરની સહી શા માટે લેવામાં આવી ન હતી ?

   આ અંગે રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયને સ્પષ્ટતા કરવા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી તેનો જવાબ આપવામાં આવ્યો નથી પરંતુ તપાસમાં ખુલ્યુ છે કે, પ્રિન્ટીંગ પ્રેસે રાજન જયારે ઓફિસમાં હતા છતાં ઉર્જીત પટેલની સહીવાળી નોટો છાપવાની શરૂ કરી દીધુ હતુ. ડિસેમ્બરમાં આરબીઆઇએ સંસદીય પેનલને જણાવ્યુ હતુ કે, ૭મી જુન ર૦૧૬ના રોજ ર૦૦૦ની નોટ છાપવાની અમને મંજુરી મળી હતી. તે પછી જુનમાં જ પ્રિન્ટીંગ પ્રેસને નવી નોટ છાપવાની તૈયારી શરૂ કરી દેવા જણાવવામાં આવ્યુ હતુ.

   રૂ.પ૦૦ની નવી નોટનું પ્રિન્ટીંગ ર૩મી નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યુ હતુ ત્યાં સુધી સરકારનુ ધ્યાન ર૦૦૦ રૂ.ની નોટ છાપવા ઉપર જ હતુ. નોટબંધીના ૧૦૦ દિવસ બાદ આ વિગતો બહાર આવી છે.

   આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી સુચનાના જવાબમાં જણાવાયુ છે કે આરબીઆઇની સેન્ટ્રલ બોર્ડ બેઠકમાં ૧૯મી મે ર૦૧૬ના રોજ નવી નોટો અંગે નિર્ણય લેવાય ગયો હતો. અત્રે એ નોંધનીય છે કે સરકારે નોટબંધીનો ફેંસલો ૮ નવેમ્બરે લીધો હતો.

 (10:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો