News Flash

 

Ye Sach Hai

News of Thursday, 16th February, 2017

રાજકોટમાં ચિથરીયા પીરની દરગાહ નજીક બોંબ વિસ્ફોટ પહેલા વાંકાનેર-મોરબી અને જુનાગઢમાં ભયંકર વિસ્ફોટથી ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા

રાજકોટમાં 'બોંબ': ભુતકાળની ભયાનક ભુતાવળનું પુનરાવર્તન તો નથીને?

મધ્યમ અને જુની પેઢીના લોકો અને પોલીસ સ્ટાફ-અધિકારીઓને મુંઝવતો ચિંતાજનક પ્રશ્ન રહસ્ય ઉકેલવા અથાગ પ્રયત્નો છતાં પરીણામ શુન્ય હતું: જો કે ૧૯૮૦ થી ૧૯૮૮ દરમ્યાન લશ્કરની પ્રેકટીસ દરમ્યાન વણ ફુટેલા બોંબને કારણે ૩૧ ગરીબ લોકોએ ભંગારની લાલચમાં જીવ ગુમાવ્યાનું ચોંકાવનારૂ રહસ્ય બહાર આવવા સાથે ધ્રાંગધ્રાની લશ્કરી છાવણીમાંથી ૧ર બોંબ એ યુગમાં ગુમ થયાની ચર્ચાએ જોર પકડેલું

   

   

      રાજકોટના ખોડીયારપરા  વિસ્તારમાં ચાર કિલોનો શકિતશાળી ટાઇમ બોંબ હોવાની જાણ થતા જ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે બોમ્બ સ્કવોડને મોકલી મકાનો ખાલી કરાવી વીજ પુરવઠો બંધ કરાવી બોંબને ડીફયુઝ કરાવી દીધો. લોકો અને પોલીસનાં સદનશીબે આ 'ઘાત' નો ટળી ગઇ પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી એક વખત દહેશત ફેલાવવાના કાવત્રાનું પુનરાવર્તન તો નથી થયુંને? તેવો ભય રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મધ્યમ અને જુની પેઢીના લોકો તથા પોલીસ તંત્રમાં જાગ્યો છે.

      આવા જાણકાર અને અનુભવી લોકો કે પોલીસ સ્ટાફમાં 'ચિંતા'ની લકીર ચહેરા પર આવે તે સ્વભાવીક છે. આનુ કારણ એ છે કે રાજકોટ પંથક સહિત સૌરાષ્ટ્રમાં ૧૯૮૭-૮૮નાં વર્ષ દરમ્યાન વાંકાનેર-મોરબી અને જુનાગઢ એમ ત્રણ સ્થળે જીવલેણ બોંબ ધડાકા થયેલા અને તેમાં ૧૮ વ્યકિતઓએ જાન ગુમાવ્યા હતા અને ૪૦ જેટલી વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ આ બોંબ ધડાકાને કારણે થઇ હતી.

      આ બનાવો માટે ગુન્હા શોધક અને સીઆઇડી વિભાગની જે સ્પેશ્યલ ટીમ નિમવામાં આવી હતી અને આ ટીમમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી તેવા બી.એ.તિવારી ટીમ દ્વારા બોંબ પ્રેકટીસ દરમ્યાન રહી ગયેલા વણફુટયા બોંબને કારણે પણ ૧૩ જેટલી વ્યકિતએ જીવ ગુમાવ્યા હતા. ભંગારની લાલચમાં બોંબ ખોલવા જતા જીવ ગુમાવનાર સાવ ગરીબ લોકો હતા જેની બહુ નોંધ લેવાઇ ન હતી.

      એક આડ વાત રાજકોટના ચૌધરી હાઇસ્કુલ નજીક એક એડવોકેટનાં નિવાસ સ્થાન નજીક પણ બેટરી પ્રકારનો બોંબ મળી આવેલ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ફરી મુળ વાત પર આવીએ તો વણફુટેલા બોંબને કારણે જીવ ગુમાવનારનો આંક ઉમેરીએ તો ૧૯૮૦ થી ૮૮ દરમ્યાન એકંદરે ૩૧ જેટલા લોકોએ બોંબને કારણે જીવ ગુમાવ્યા હતા તેવું નિઃસંકોચ કહી શકાય. એ વખતે બોંબ દેશી પ્રકારના હતા એવું ફલીત થયેલ પણ હેતુ અંગે કંઇ બહાર આવ્યું ન હતું.

      બોંબ ધડાકાઓ પૈકીનો પ્રથમ બોંબ ધડાકો રાજકોટ જીલ્લાનાં વાંકાનેર ખાતે ૧૯૮૭ના માસનાં શ્રાવણી માસનાં પ્રારંભે થયો હતો. આ ધડાકો વાંકાનેર પંથકમાં જે તે સમયે ભારે લોકપ્રિયતા ધરાવતાં મોમના કોમના ધર્મગુરૂ અને માજી ધારાસભ્ય મંજુર હુસેન પીરજાદાનાં મકાનમાં થયેલ. બારેક  વર્ષના પુત્ર સહિત કુલ પાંચ જીવ ગુમાવ્યા હતા. એક રીક્ષાવાળાનો મૃતદેહ ભયંકર ધડાકાને કારણે બારણું તોડીને બહાર નિકળી ગયેલ. પોલીસ ઇન્સ્પેકટર બી.એ.તિવારી ચોક્કસ નિશાનીના કારણે ઓળખ કરી હતી. પરીવારજનોએ સીબીઆઇ તપાસ પણ માંગી હતી. ખુદ તત્કાલીન ડીજીપી એમ.એમ.સિંઘ દોડી આવ્યા, ટીમો રચાઇ પણ પરીણામ 'શુન્ય'

      વાંકાનેરના બનાવનું પોલીસ રહસ્ય ઉકેલે તે પહેલા જ જે તે સમયે મોરબીનાં જુના બસ સ્ટેશન નજીક ધર્મગુરૂ તરીકે ઓળખાતા મદનીમીંયા બાપુની ઝમ ઝમ પાન હાઉસ નામની કેબીન નજીક થયેલ આ ઘટનામાં ૯ વ્યકિતના જાન ગયેલ અને ૩૭ લોકોને ઇજાઓ થઇ હતી. પોલીસનાં ધાડા તપાસ ટીમો દોડધામ કરી પરીણામ 'શુન્ય'

      આ ઘટનાઓ બાદ થોડો સમય સૌરાષ્ટ્રમાં 'શાંતિ' રહેતા સહુએ માની લીધુ કેે હવે કંઇ નહી થાય. પોલીસ પોલીસનાં અન્ય કામમાં પડી. લોકો પણ હવે બધુ પરંપરા મુજબ ભુલવા લાગ્યા હતા. પરંતુ પોલીસ અને ગાંધીનગરનાં ટોચના રાજકારણીઓએ જેને શાંતિ માની લીધી હતી તે ઉગ્ર તોફાન પહેલાની શાંતિ હતી. તેવું જાણી શકયા ન હતા અને આ માન્યતા વચ્ચે પોલીસની નિંદ્રા ઉડાડતો એક બનાવ જુનાગઢમાં બન્યો.

      ૧૯૯૮ની ફેબ્રુઆરી માસમાં જુનાગઢમાં થયેલ આ ધડાકો ત્રીજો ધડાકો હતો. આ ધડાકામાં એક પોલીસમેન સહીત ચાર લોકોનાં મોત નિપજયા હતા. યોગાનુયોગ એ દિવસે શિવરાત્રીનો તહેવાર હતો અને એક લાખથી વધુ લોકો આવ્યા હતા. જુનાગઢનાં રેન્જ ડીઆઇજી તરીકે તે સમયે એસીબી વડા ડીજીપી જેવા પ્રતિષ્ઠીત પદ પર રહયા બાદ નિવૃતી બાદ રિલાયન્સ કાું.માં જેને સિકયોરીટી એડવાઇઝર જેવું માનભર્યુ સ્થાન અપાયેલ તેવા કે.આર.કૌશીકે સમગ્ર દોર હાથમાં લઇ લોકોમાં નાસભાગને કારણે 'બોંબ'થી વધુ જાનહાની ન થાય તેવું આયોજન ગોઠવવામાં આવેલ. આ બોંબ ધડાકો એક ગેસ્ટ હાઉસમાં થયેલ. જેના મેનેજર પદે અચુભાઇ નામના શખ્સ હતો.

      ગેસ્ટ હાઉસના પ્રથમ માળે આવેલ રૂમમાં એક ગ્રાહક ઉતર્યો હતો. જે સુટકેશને તાળુ માર્યા વગર પલંગમાં મુકી બહારથી તાળુ મારી ગયા બાદ ફરી ડોકાયો જ ન હતો. દરમ્યાન ધડાકાના દિવસે જ અચુભાઇને ટપાલમાં એક ઇનલેન્ડ પત્ર મળેલ. જે ટપાલનો સારાંશ એવો હતો કે પોલીસના વધુ પડતા બંદોબસ્તને કારણે આવી શકે તેમ નથી. 'સુટકેશ'માં પડેલ માલ કાઢી સાચવી રાખજો. તેવું દર્શાવેલ. એક પ્રકારે સુટકેશ ખોલવા માટે લાલચ જ હતી.

      ગેસ્ટ હાઉસના મેનેજરે આવુ જોખમ લેવાના બદલે પોતાના જાણીતા એવા તત્કાલીન પીઆઇ ખુંટીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ તેઓ મળી ન  શકતા પોલીસ ચોકીના પીએસઆઇને ફોન કર્યો. તેઓ પણ હાજર ન હોવાથી હાજર એવા બે પોલીસમેન ત્યાં પહોંચ્યા. પોલીસમેને રૂમની બારી ફંફોળી

   
 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS