Mukhy Samachar

News of Wednesday, 15th February, 2017

એસજીવીપીની નૂતન શાખા અમેરિકા - જયોર્જિયા રાજયના સવાનાહ ખાતે શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૨૯મી પુણ્યતીથિની ઉજવણી

એસજીવીપીની નૂતન શાખા અમેરિકા - જયોર્જિયા રાજયના સવાનાહ ખાતે શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૨૯મી પુણ્યતીથિની ઉજવણી

   જયોર્જિયા યુ.એસ.એ :   શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની નૂતન શાખા અમેરિકા જયોર્જિયા રાજયના સીટી સવાનાહ ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં, શાસ્ત્રી શ્રી ભકિતવેદાન્ત સ્વામી અને શાસ્ત્રી શ્રી કુંજવિહારીદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલના આદ્ય સંસ્થાપક પરમ પૂજય સદગુરુ શા.મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૨૯મી પૂણ્ય તીથિ ઉજવી હતી.

   પ્રથમ શાસ્ત્રી શ્રી ભકિતવેદાન્ત સ્વામી અને શાસ્ત્રી શ્રી કુંજવિહારીદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજની ચિત્ર પ્રતિમાને ચંદનની અર્ચા અને ફુલથી પૂજન કર્યું હતું. સભામાં ઉપસ્થિત રહેલ તમામ હરિભકતોએ પણ શા.મહારાજની ચિત્ર પ્રતિમાનું પૂજન કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.

    આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ  ટેલિફોન દ્રારા પૂ.શાસ્ત્રીજી મહારાજને શ્રદ્ઘાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે.

   તેઓ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન વચનસિદ્ઘ સંત હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એેમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોના આશીર્વાદ મળ્યા હતા.

   સમર્થ સંતપુરુષોની શ્રદ્ઘા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું.

        શા. ભકિતવેદાંતસ્વામીએ જણાવ્યું હતું કે આજથી ૭૦ વર્ષ પૂર્વે ઉગતી આઝાદી સાથે પુ.શાસ્ત્રીજી મહારાજે ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે ગુરુકુલ પરંપરાનો શુભારંભ કર્યો. આ ગુરુકુલ પરંપરા દ્વારા અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થયેલ છે. તેઓ સત્સંગ અને સંસ્કારને જીવનમાં અપનાવીને ધન્ય બન્યા છે.

   શાસ્ત્રીજી મહારાજે શિક્ષણની સાથે આરોગ્યલક્ષી સેવા, આપત્કાલિન સહાય, જરુરિયાતમંદને સહાય, આવા અનેક સમાજોપયોગી શરુ કરેલ સેવા કાર્યો શાસ્ત્રીજી મહારાજના અક્ષરવાસ પછી પણ એસજીવીપી ગુરુુકુલ દ્વારા પુ.માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા ચાલુ રહેલ છે.

   શા. કુંજવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે  ઇ.સ.૧૯૪૫ માં વિશ્વયુદ્ઘના કટોકટીના સમયમાં જુનાગઢ રાધારમણદેવની સાનિધ્યમાં યોજાયેલ ૨૧ દિવસના યજ્ઞથી સંપ્રદાયમાં એક નવી ચેતના પ્રગટી, અને ત્યારબાદ હિમાલયની યાત્રા દરમ્યાન  ગુરુકુલ કરવાની પ્રેરણાએ સંપ્રદાયને સેવાની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાના જાણે પગરણ મંડાણા.

        ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મહામંત્ર સમાન આજ્ઞા કરી છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત્સુકૃત્ મહત્ ફુ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ગુરુકુલની ભવ્ય પરંપરા સર્જી.  શ્રીજી સંકેત અનુસાર રાજકોટમાં ગુરુકુલની સ્થાપના દ્વારા સદવિદ્યા પ્રવર્તનનો મંગળ પ્રારંભ થયો.અને આજે હજારો વિદ્યા્ર્થીઓ શિક્ષણ સાથે જીવન મૂલ્યોના સંસ્કારો પ્રાપ્ત કરી  રહ્યા છે. પૂર્ણાહૂતિ બાદ તમામ આવેલ ભાવિકોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 (01:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો