Samachar Sports

News of Tuesday, 14th November, 2017

ભારતીય બોર્ડના કોમેન્ટેટર્સના મીડિયા કમિટમેન્ટ પર કાપ મુકાશે

સુનિલ ગાવસ્કરની મુશ્કેલી વધી શકે

ભારતીય બોર્ડના કોમેન્ટેટર્સના મીડિયા કમિટમેન્ટ પર કાપ મુકાશે

   મુંબઈ,તા.૧૩ સોમવાર નવેમ્બર 2017 ભારતીય ક્રિકેટ બોર્ડમાં પારદર્શીતા લાવવાના પ્રયાસો હવે વધુ સઘન બન્યા છે અને હવે ભારતીય ક્રિકેટ બોર્ડના ઓફિસિઅલ કોમેન્ટેટર્સના કોલમ લખવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે. જેના કારણે ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના ઓફિસિઅલ કોમેન્ટેટર ગાવસ્કરની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બીસીસીઆઇ તેના ઓફિસિઅલ કોમેન્ટેટર્સનું કોમલ રાઈટિંગ બંધ કરાવવા વિચારણા કરી રહ્યું છે. જો તેઓ લોઢા સમિતિની ભલામણોને સ્વીકારી લેશે તો આવનારા દિવસોમાં ગાવસ્કરને કોલમ રાઈટિંગ કે બીસીસીઆઇની કોમેન્ટેટરશીપમાંથી એકની પસંદગી કરવા માટે જણાવવામાં આવી શકે છે. નોંધપાત્ર છેકે, હજુ થોડા મહિના પહેલા જ હિતોના ટકરાવને કારણે ગાવસ્કરને એક પ્લેયર્સ મેનેજમેન્ટ ફર્મ છોડવી પડી હતી. ઓક્ટોબરની ૨૪મીએ ભારતીય ક્રિકેટ બોર્ડના વહિવટદારોની મિટિંગ મળી હતી,જેમાં કોમેન્ટેટર્સ સાથેના બોર્ડના કોન્ટ્રાક્ટ અંગે વાતચીત થઈ હતી. જેમાં કોમેન્ટેટરોના અખબારમાં કોલમ લખવાથી લઈને તેમના પ્રાયોજીત એવોર્ડ્સ તેમજ રેટિંગ પ્રોગ્રામ્સમાં હાજરી આપવા અંગે પણ વાતચીત થઈ હતી. ગાવસ્કર ઉપરાંત હર્ષા ભોગલે અખબારમાં કોલમ લખતા હોય છે. આ ઉપરાંત તેઓ અન્ય કોમેન્ટેટર્સની સાથે પ્રાયોજીત કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હોય છે.

   
   

 (08:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS