Samachar Sports

News of Tuesday, 14th November, 2017

ધોનીએ ટી-૨૦માં તેની બેટીંગની શૈલી બદલવાની જરૂર છે : ગાંગુલી

કોહલી અને શાસ્ત્રીના ખુલ્લા સમર્થન બાદ પણ ગાંગુલીએ ધોનીની ટીકા કરી : ધોની વન ડે માટે સારો છે, પણ ટી-૨૦માં તેનું ફોર્મ ચિંતાજનક

ધોનીએ ટી-૨૦માં તેની બેટીંગની શૈલી બદલવાની જરૂર છે : ગાંગુલી

   કોલકાતા,: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો દેખાવ ટ્વેન્ટી-૨૦માં કથળ્યો હોવાની સાથે તેને હવે ટી-૨૦ ટીમમાંથી દૂર કરવો જોઈએ તેવી માગ અગરકર, લક્ષ્મણ અને આકાશ ચોપરાએ કરી હતી. જે પછી ધોનીના સમર્થનમાં કેપ્ટન કોહલી આવ્યો હતો. કોચ શાસ્ત્રીએ તો ધોનીના ટીકાકારોને 'ઈર્ષાળુ' ગણાવ્યા હતા. આમ છતાં ભૂતપૂર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ફરી વખત ધોનીને ટાર્ગેટ બનાવતા કહ્યું હતુ કે, ધોનીનું ફોર્મ ટી-૨૦માં ચિંતાજનક છે અને જો તેણે સફળ થવું હોય તો ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેણે બેટીંગની શૈલી બદલવી પડશે. ગાંગુલીએ એમ પણ કહ્યું હતુ કે, ધોનીમાં હજુ પણ ઘણું બધુ વન ડે ક્રિકેટ બાકી છે અને જ્યાં સુધી વન ડેના ફોર્મેટની વાત છે, ત્યાં સુધી તો તેની પ્રતિભા અને તેના ફોર્મ સામે કોઈને પ્રશ્ન નથી, પણ ટ્વેન્ટી-૨૦ની વાત જુદી છે. ધોનીના વન ડે ક્રિકેટના રેકોર્ડની સરખામણીમાં તેનો ટી-૨૦નો રેકોર્ડ ઉતરતો છે. મને આશા છે કે, કોહલી અને ટીમ મેનેજમેન્ટ તેની સાથે એકાંતમાં વાતચીત કરશે. ધોનીમાં જબરજસ્ત પ્રતિભા છે. જો તે ટી-૨૦ના ફોર્મેટમાં તેની શૈલી બદલી નાંખે તો જબરજસ્ત સફળતા મેળવી શકે તેમ છે. તેણે વન ડેમાં તો હાલ જે રીતે રમે છે તેવો દેખાવ જારી રાખવો જોઈએ, પણ ટી-૨૦માં તેની રમતમાં બદલાવની જરુર છે. તેણે ટ્વેન્ટી-૨૦માં કોઈ પણ પ્રકારના તનાવ વિના રમવું જોઈએ, હવે પસંદગીકારો પર છે કે તેઓ તેને કેવી ભૂમિકામાં રમાડવા ઈચ્છી રહ્યા છે.

    

 (08:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS