Samachar Saurashtra

News of Tuesday, 14th November, 2017

મોરબી વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે

   મોરબી તા. ૧૪ : ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી મોરબી દવારા ચૂંટણી નોટીસ જાહેર  કરી જણાવેલ છે કે ચૂંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મોરબીની કચેરી તાલુકા સેવા સદન રૂમ નં ૧૦૩ લાલબાગ સેવાસદન મોરબી અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર મોરબી સમક્ષ તા. ૧૪ થી તા. ૨૧ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજુ કરી શકાશે જે માટેની નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.

   રજુ થયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૨-૧૧-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યા થી ચૂંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મોરબી દવારા ઉપરોકત કચેરી ખાતે જ હાથ ધરાશે. તા..૨૪-૧૧-૨૦૧૭ ના બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેચવાની નોટીસ ઉપરોકત કોઇ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.

   મતદાન કરવાનું થશે તો તા. ૦૯-૧૨-૨૦૧૭ ના રોજ સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી થશે તેવુ તેઓએ નોટીસમાં જણાવેલ છે.(૨૧.૬)

 (09:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS