Samachar Saurashtra

News of Tuesday, 14th November, 2017

સુરેન્દ્રનગર - જિલ્લામાં ચૂંટણી સંબંધીત અરજીઓ ઓનલાઇન - નિકાલ પણ ઓનલાઇન

   વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૧૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૯ મી ડિસેમ્બર-૧૭ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ચુંટણીને સંબધિત તમામ અરજીઓનો નિકાલ કરવા નાગરિકોની સુવિધા માટે ઓન લાઈન વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટરશ્રી અને ચૂંટણી અધિકારીશ્રી ઉદ્દીત અગ્રવાલે જણાવ્યું છે.

   શ્રી અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા અસરકારક રીતે સરળતાપૂર્વક સંપન્ન થાય તે માટે ઈલેકટ્રોનિક માધ્યમોનો મહત્ત્।મ ઉપયોગ કરવામાં આવશે. આ માટે ભારતના ચૂંટણી પંચે 'સુગમ', 'સુવિધા' તથા 'સમાધાન' એમ ત્રણ એપ્લીકેશન લોંચ કરવામાં કરી છે. જેમાં અનુક્રમે વાહન સંબધી, ઉમેદવારોને અરજી સંબધે તથા તમામ નાગરિકોની રજુઆત તથા નિકાલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

   આ માટે ઈન્ચાર્જ જિલ્લા ઈન્ફર્મેટીક અધિકારી સુરેન્દ્રનગરની નિમણૂક કરવામાં આવી છે તથા તેમાં ૬ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે ઉપરોકત કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.(૨૧.૬)

 (09:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS