Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

દહેજ પ્રશ્ને ત્રાસ આપી પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિ સહિતના સાસરીયાઓને ત્રણ વર્ષની સજા

આરોપી નણંદ ભાવીનીબેનનો છૂટકારોઃ સરકાર પક્ષે બિનલબેન રવેશીયાની દલીલો માન્‍ય રહીઃ મુળ ફરીયાદી વતી એડવોકેટ સોનપાલે ૧પ ચુકાદા અને પ૦ પાનાની કરેલ દલીલો કોર્ટે માન્‍ય રાખી

દહેજ પ્રશ્ને ત્રાસ આપી પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિ સહિતના સાસરીયાઓને ત્રણ વર્ષની સજા

   રાજકોટ : સરકારી વકીલ બિનલબેન રવેશીયા અને મુળ ફરીયાદીના એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, મલ્‍હાર સોનપાલ, મનોજ તંતી, હેમલ ગોહેલ દર્શાય છે.

   રાજકોટ તા. ૧૪ :.. અહીંના ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતી, નિલમબેન નામની પરિણિતાને દહેજ કરીયાવર પ્રશ્ને શારીરિક-માનસીક ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવાનાં ગુનામાં પકડાયેલ પતિ તુષાર, સસરા હરીભાઇ, સાસુ મીનાબેન ગોંડલીયા અને નણંદ ભુમિકાબેનને કલમ ૪૯૮-ક અને ૩૦૬ હેઠળના ગુનામાં તકસીરવાન ઠરાવીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જયારે આરોપી નણંદ ભાવીનીબેનને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

   આ બનાવની વિગત મુજબ કરીયાવર દહેજના ત્રાસથી કંટાળીને નિલમબેને તા. રર-પ-૧૧ નાં રોજ ગળા ફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી હતી.

   આ અંગેની વિગત એવી છે કે, ચંદ્રેશનગર શેરી નં. ૮ માં રહેતા ફરીયાદી ભાનુબેન નટવરલાલ ભટ્ટીએ આરોપીઓ તુષાર હરીભાઇ ગોંડલીયા,હરી નાથા ગોંડલીયા, મીનાબેન હરીભાઇ ગોંડલીયા, ભુમિકાબેન અને ભાવીનીબેન સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ તથા શારીરિક માનસીક ત્રાસ આપી ફરીયાદીની દીકરી નિલમબેનને કરીયાવર લાવવા બાબતે તથા ઘરકામ બાબતે ઝઘડો કરી મારકુટ કરી ત્રાસ આપી આપઘાતની ફરજ પાડતાં નિલમબેને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી નાખ્‍યું હતું.

   આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ થતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

   આ કેસ ચાલતાં સરકારી વકીલ શ્રી બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, મરનારનું લગ્ન જીવન ૧૧ માસની અંદરનું છે. આરોપી, પતિ તુષાર, સસરા હરીભાઇ, સાસુ મીનાબેન અને નણંદો ભૂમિકાબેન અને ભાવીનીબેને તેણીને કરીયાવર પ્રશ્ને ત્રાસ આપી મરવા માટે મજબુર કર્યાનો સમાજ વિરોધી ગંભીર ગુનો છે. સમાજમાંસ્ત્રી અત્‍યાચાર અને આપઘાતના બનાવો વધતાં જાય છે. ત્‍યારે આવા સમાજ વિરોધી  ગુનામાં આરોપીઓને સજા કરવી જોઇએ.

   ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઇને એડી. સેશ. જજ શ્રી એસ. બી. ત્રિવેદીએ પતિ સહિતના ચાર આરોપીને ત્રણ - ત્રણ વર્ષની સજા અને નણંદ ભાવીનીબેનને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

   આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલે નામદાર સર્વોચ્‍ચ અદાલતના તાજેતરમાં ૧પ જેટલા ચુકાદાઓ રજુ કરી આશરે પ૦ પાના જેટલી લેખીત દલીલ રજુ કરી આરોપીઓને સજા ફરમાવવા રજૂઆત કરેલ.

   આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. બિનલબેન રવેશીયા,  મુકુંદસિંહ સરવૈયા, દિલીપભાઇ મેહતા રોકાયા હતાં. જયારે મુળ ફરીયાદી વતી જાણીતા ધારાશાષાી કમલભાઇ સોનપાલ, શાંતનું સોનપાલ, શ્‍યામલ સોનપાલ, હેમલ ગોહેલ, મલ્‍હાર સોનપાલ,  મનોજ તંતી, દિનેશ વેકરીયા, હેમલ ગોહેલ, વિશાલ સોલંકી, તથા કોમલબેન કોટક રોકાયેલ હતાં.  વિગેરે  રોકાયા હતાં.

 (04:14 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS