Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

સરદાર સાહેબનું અપમાન કરનારાને કોંગ્રેસ સસ્પેન્ડ કરે

સરદાર પટેલ કોઈ સમાજના નહિં પણ સમગ્ર દેશના નેતા છે : નીતિનભાઈ ભારદ્વાજ : સરદાર વલ્લભભાઈ દુનિયાનું એવું વ્યકિતત્વ છે કે જેની સરખામણી કોઈ સાથે ન કરી શકાય : ગોવિંદભાઈ પટેલ * ભાજપ દ્વારા કોંગ્રેસના પુતળાનું દહન

સરદાર સાહેબનું અપમાન કરનારાને કોંગ્રેસ સસ્પેન્ડ કરે

   રાજકોટ : કોંગ્રેસની કઠપૂતળી એવા હાર્દિકની સેકસ સીડી જયારે સોશ્યલ મીડીયા થકી સમાજ સામે આવી અને ખુલ્લી થઈ ગઈ છે ત્યારે પણ પોતાના એજન્ટને છાવરવામાં કોંગ્રેસને કોઈ જ છોછ નથી અને પોતાના એજન્ટના જધન્ય કૃત્ય સામે પણ ગુલબાંગો ફૂંકીને કોઈ પણ સમાજના નહિં પરંતુ સમગ્ર દેશના વંદનીય અને સન્માનનીય વ્યકિતત્વ એવા સરદાર વલ્લભભાઈ પટેલના ડીએનએ સાથે સરખામણી કરી રહી છે. જે બાબતે સમગ્ર દેશમાં કોંગ્રેસના આવા બેજવાબદાર નિવેદનના પગલે ફિટકાર વરસી રહ્યો છે. રોષની આ લાગણી સાથે આજરોજ રાજકોટના કોર્પોરેશન ચોકમાં શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના પૂતળા દહનનો આક્રોશપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

   પૂતળા દહનના આ કાર્યક્રમના આગેવાનો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણીએ જણાવ્યુ હતું કે, હાર્દિક પટેલ એ કોંગ્રેસની રમતી મૂકેલી કૂકડી અને કઠપુતળી છે તે હવે સાબિત થઈ ચૂકયુ છે. તેમજ પાટીદાર સમાજમાં અનામતના નામે એકઠા કરેલા પૈસા શરાબ અને શબાબમાં જ ઉડાવવામાં આવે છે એ હવે ખુલ્લુ પડી ગયું છે. હાર્દિકની મીડીયામાં વાઈરલ થયેલ સીડી બાબતે ભાજપને કશો જ સંબંધ નથી પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે માત્ર ભારતના જ નહિં પરંતુ સમગ્ર વિશ્વના વંદનીય નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલામ ડીએનએ ગણાવી સરદારનું અપમાન કર્યુ છે. જેને ગુજરાતની પ્રજા કોઈપણ રીતે સાંખી નહિં લે.

   આ તબક્કે રાજકોટ વિધાનસભા-૭૦ના પટેલ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે આક્રોશ સાથે જણાવેલ કે સરદાર પટેલ એ એવું વ્યકિતત્વ છે જેની સાથે દુનિયાના કોઈપણ વ્યકિતને સરખાવી ન શકાય. દેશના આ વિરલ વ્યકિતના ડીએનએ સાથે હાર્દિક જેવા સમાજને ગેરમાર્ગે દોરનાર અને જ્ઞાતિ વૈમનસ્ય ઉભુ કરનાર હાર્દિક પટેલની સરખામણી ખૂબ જ જધન્ય બાબત છે. પટેલ સમાજ કે ગુજરાતની પ્રજા આ કોઈપણ રીતે સ્વીકારી શકે તેમ નથી અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ આપશે.

   ભાજપના પ્રદેશ દગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે પણ ગુજરાતની અસ્મિતાને બદનામ કરવાના તેમજ ગુજરાતની ધરોહર અને વિશ્વ નેતા શ્રી સરદાર વલલભભાઇ પટેલેને બદનામ કરવાના કોંગ્રેસના હીન પ્રયાસને વખોડવા જણાવેલ કે, શ્રી સરદારભાઇ પટેલે એ કોઇ એક સમાજના નહિં પરંતુ સમગ્ર દેશના નેતા છે. સમગ્ર દેશને વંદન કરે છે. તેની સરખામણી કાળા નૃત્ય કરનારની સાથે કરાંતા ગુજરાતની પ્રજા આગામી સમયમાં આનો જડબાતોળ જવાબ આપશે.

   રાજકોટના કોર્પોરેશન ચોકમાં શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના પુતળા દહનના કાર્યક્રમમાં ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, દલસુખભાઇજાગાણી, મીનાબેન પારેખ, કિરણબેન સોરઠીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મનિષ ભટ્ટ, કેતન પટેલ, મહેશભાઇ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ સહિતના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 (04:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS