Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

સ્‍માર્ટ સીટી ગંધારૂ-ગોબરૂ!!

હાઉસીંગ બોર્ડ આવાસ યોજનામાં બે વર્ષથી સફાઈ નથી થઈ

પ્રેમ મંદિર પાછળના વિસ્‍તારો ગંદકીથી ખદબદે છેઃ વોર્ડ નં. ૧૦ના ભાજપના કોર્પોરેટરોને ફરીયાદ છતા કોઈ પગલા નથી લેવાતાઃ કોંગ્રેસના તુષીત પાણેકીએ તંત્રની પોલ છતી કરી

હાઉસીંગ બોર્ડ આવાસ યોજનામાં બે વર્ષથી સફાઈ નથી થઈ

   રાજકોટ તા. ૧૪ :.. શહેરને સ્‍માર્ટ સીટી બનાવવાની શાસકોની ગુલબાંગો વચ્‍ચે ખુદ  હાઉસીંગ બોર્ડની આવાસ યોજનાઓ ગંદકીથી ખદબદી રહી હોવાની પોલ પ્રદેશ કોંગ્રેસનાં સંગઠન મંત્રી તુષીત પાણેરીએ છતી કરી અને આ મુદ્દે ભાજપના સ્‍થાનીક કોર્પોરેટરો સામે બેદરકારીનાં આક્ષેપો કરી  આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા ચિમકી ઉચ્‍ચારી છે.

   આ અંગે તુષીત પાણેરીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ આવેલી હાઉર્સીંગ બોર્ડની આવાસ યોજનામાં છેલ્લા બે વર્ષથી સફાઇ થઇ નથી પરિણામે આ વિસ્‍તારમાં ગંદકી ખદબદી રહી છે.

   ગઇ સાંજે કોંગ્રેસનાં આગેવાનો આ વિસ્‍તારમાં લોક સંપર્કમાં નિકળ્‍યા ત્‍યારે આવાસ યોજના (હાઉસીંગ બોર્ડ) નાં પ્રમુખ ભરતસિંહએ રજૂઆત કરતાં જણાવેલ કે, છેલ્લા બે વર્ષથી આ વિસ્‍તારમાં સફાઇ થતી નથી. જેનાં પરિણામે ચો-તરફ ગંદકીનાં ગંજ ખડકાયા હતાં. રહેવાસીઓએ આ વિસ્‍તારમાં નિયમીત સફાઇ થતી નથી આ અંગે અનેક વખત ભાજપનાં વોર્ડ નં. ૧૦ કોર્પોરેટરોને ફરીયાદ પણ કરાઇ છે. છતાં કોઇ પગલા નથી લેવાયા.યાદીનાં અંતે તુષીત પાણેરીએ આ મુદ્દે શાસકો સામે આક્ષેપો કરતાં જણાવ્‍યુ છે કે સ્‍માર્ટ સીટી અને સ્‍વચ્‍છ ભારતની ગુલબાંગો ફેંકતા ભાજપનાં નેતાઓએ આ વિસ્‍તારની રૂબરૂ મુલાકાત લ્‍યે અને લોકોને સફાઇ જેવા પાયાની સુવિધામાં પણ તંત્ર ઉણું ઉતરી રહ્યુ છે તે નિહાળી સ્‍થાનીક લોકોને આ યાતનામાંથી  છોડાવે તે જરૂરી છે. અને આ મુદ્દે ફકત સુફિયાણી વાતો કરાશે. તો આગામી દિવસોમાં વેસ્‍ટ ઝોન કચેરીનાં ડે. કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરાશે. તેવી ચિમકી તુષીત પાણેરીએ ઉચ્‍ચારી છે.

 (04:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS