Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

કોંગ્રેસના ધુરંધર નેતા સચિન પાયલોટ કાલે રાજકોટમાં: જાહેરસભા

ઈસ્‍ટ ઝોનની કચેરી સામે ભાવનગર રોડ ઉપર જાહેરસભા : કુંવરજીભાઈ - ઈન્‍દ્રનીલભાઈ પણ સભા સંબોધશે

કોંગ્રેસના ધુરંધર નેતા સચિન પાયલોટ કાલે રાજકોટમાં: જાહેરસભા

   રાજકોટ, તા. ૧૪ : શહેર કોંગ્રેસ દ્વારા આયોજીત સંકલિત વિધાનસભા-૬૮ના મતવિસ્‍તારમાં - રાજસ્‍થાનનાં લોકપ્રિય સાંસદ અને કોંગ્રેસના મોટા ગજાના નેતા - શ્રી સચિન પાયલોટની જાહેર સભાનું આયોજન આવતીકાલે તા.૧૫ને બુધવારે રાત્રે ૮:૪૫ કલાકે કરવામાં આવેલ છે.

   જાહેરસભામાં કાર્યકારી પ્રમુખ શ્રી કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસના પ્રમુખ શ્રી ઈન્‍દ્રનીલ રાજયગુરૂ સહિતના આગેવાનો સંબોધન કરશે. જાહેરસભામાં કોંગ્રેસના ટોચના નેતા શ્રી સચિન પાયલોટ દેશ અને સભ્‍યની પ્રવર્તમાન સ્‍થિતિને ઉજાગર કરશે.

   જાહેરસભાનું સ્‍થળ : વિધાનસભા-૬૮ના કાર્યાલય સામે મહાનગરપાલિકા ઈસ્‍ટની કચેરી સામે ભાવનગર રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ.

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS