Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

અસામાજીક તત્‍વોને ડામી દેવા પેરામિલ્‍ટ્રી ફોર્સ સાથે પોલીસ કમિશ્નર ગેહલોતની ઝુંબેશ

૧૨૨૪૩ બોટલ ઇંગ્‍લીશ દારૂ, ૧૧૩૫ લિટર દેશી દારૂ અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા ૨૧ વાહનો સાથે ગણત્રીના દિવસોમાં ૭૩ કેસઃ ૧૫૦ જેટલા હિસ્‍ટ્રીશીટરોને ઉંચાનીચા કરાયાઃ ૨૦૪૨ પરવાનાવાળા હથીયારો જમા : વહેલી સવારે એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાના નેજા તળે મોટા કાફલા સાથે જેલમાં ઓચિંતુ ચેકીંગઃ હાઇસિક્‍યુરીટી ઝોન સહિતની તમામ બેરેકના કેદીઓની ઉંઘ ઉડી ગઇઃ મોબાઇલ સહિતની પ્રોહિબીટેડ વસ્‍તુઓ નહિ મળી આવતાં જેલતંત્રએ હાશકારો લીધો

અસામાજીક તત્‍વોને ડામી દેવા પેરામિલ્‍ટ્રી ફોર્સ સાથે પોલીસ કમિશ્નર ગેહલોતની ઝુંબેશ

   રાજકોટ તા. ૧૪: ચૂંટણી જાહેર થઇ તે દિવસથી એક્‍શનમાં આવી ગયેલા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા જુદી-જુદી ઝુંબેશ હાથ ધરી અસામાજીકોને બાનમાં લેવા સઘન પ્રયાસો થઇ રહ્યા છે. આજે વહેલી સવારે સેન્‍ટ્રલ જેલમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધરી જુદી-જુદી બેરેકમાં રહેલા ૧૭૫૨ કેદીઓને તપાસવામાં આવ્‍યા હતાં. જો કે મોબાઇલ કે પાન ગુટખા સહિતની અન્‍ય પ્રોહિબીટેડ ચીજવસ્‍તુઓ મળી આવી નહોતી. છેલ્લા કેટલાક દિવસોથી એરિયા ડોમિનેશન, પ્રોહિબીશન ડ્રાઇવ, વાહન ચેકીંગ ઝુંબેશ, હિસ્‍ટ્રીશીટર ચેકીંગ ઝુંબેશ અને એબ્‍સકોન્‍ડર આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  જંગલેશ્વર, પોપટપરા, કુબલીયાપરા, ગંજીવાડા, દુધની ડેરી વિસ્‍તાર, કીટીપરા, આંબેડકરનગર, રૈયાધાર વિસ્‍તાર, ભીસ્‍તીવાડ, બજરંગવાડી, ભીમરાવનગર, ભીલવાસ, થોરાળા, ભગવતીપરા, ચામડીયા ખાટકીવાસ, ઢેબર કોલોની ઝૂપડપટ્ટી, લોહાનગર, રામનાથપરા, ભારતનગર, છોટુનગર ઝુપડપટ્ટી, કોઠારીયા સોલવન્‍ટ, રસુલપરા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તાર મળી કુલ બાવન જગ્‍યાએ એરિયા ડોમિનેશન અને ૩૨ વિસ્‍તારોમાં ફલેગમાર્ચ કરવામાં આવી હતી.

   દેશી દારૂના ૯૦ કેસમાં ૧૧૩૫ લિટર દારૂ, ઇંગ્‍લીશ દારૂના ૨૦ કેસમાં ૧૨૨૪૩ નંગ બોટલ, દારૂની હેરાફેરીમાં ૨૧ વાહનો (જેની કિંમત ૧૯ લાખ થાય છે) કબ્‍જે કરાયા હતાં. દારૂ પીવાના ૭૩ કેસ ઉપરાંત કેફી પીણુ પી વાહન ચલાવવાના વીસ કેસ કરવામાં આવ્‍યા હતાં. નોનબેઇલેબલ ૮૦૪ વોરન્‍ટની બજવણી કરવામાં આવી છે. ૧૯૧૪ સામે અટકાયતી પગલા લેવામાં આવ્‍યા છે. ૧૦ અસમાજીકોને હદપારની દરખાસ્‍ત મુકવામાં આવી છે. ૮ અસામાજીકોને પાસામાં ધકેલી દેવાયા છે. ૧૦૧૪૩ વાહનો ચેક કરવામાં આવ્‍યા છે. લાખોનો દંડ વસુલ કરવામાં આવ્‍યો છે.

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS