Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

ભુદેવ સેવા સમિતિ બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનશે

સતત ૭માં વર્ષે આયોજનઃ અલગ-અલગ ક્ષેત્રના ૨૧ પ્રતિભાવંત જ્ઞાતિજનોનું સૌ પ્રથમવાર બહુમાન

ભુદેવ સેવા સમિતિ બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનશે

   રાજકોટઃ તા.૧૪: ભુદેવ સેવા સમિતી દ્વારા બ્રહ્મ પરિવારના તેજસ્વી  વિદ્યાર્થીઓ માટે 'બ્રહ્મરત્ન સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવનાર છે, જેમાં શહેરમાં રહેતા તમામ તળગોળના બ્રહ્મ પરિવારનાં બાળકો ફોર્મ ભરી શકે છે.

   ભુદેવ સેવા સમિતિ (બી.એસ.એસ.)ના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ  જીજ્ઞેશ ત્રિવેદી અને હિમાની રાવલ તૈયારી કરી રહ્યા છે. જેમાં એચ.કે.જી.થી લઇ પીએચ.ડી. સુધીના તમામ તેજસ્વી વિધાર્થીઓને  સન્માનીત કરવામાં આવશે.  તથા પ્રોત્સાહીત કરી આગળના અભ્યાસ વિશે  સમાજના તજજ્ઞ  શિક્ષકો  દ્વારા માર્ગદર્શન  આપવામાં આવશે. સમાજના તેજસ્વી છાત્રોને ભાગ લેવા માટે અલગ-અલગ માપદંડ રાખવામાં આવેલ છે. જેમ કે એચ.કે.જી.થી લઇ ધો.૭  સુધીના  વિદ્યાર્થીઓને  ૭૦% ગુણ મેળવેલ હોવા જોઇએ તથા ધો.૮ થી લઇને પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓને  ૬૦% ગુણ મેળવેલ હોવા જોઇએ અને તેની માર્કશીટ રજુ કરી તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ  હોય તેમને સંસ્થા દ્વારા શિલ્ડ, મેડલ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

   સૌ પ્રથમ વખત 'ચાણકય એવોર્ડ' આપીને નવી જ પહેલ કરાશે. તથા અલગ-અલગ પ્રતિભા ધરાવનાર ૨૧ જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવશે.  વિદ્યાર્થીઓએ જરૂરી માર્કશીટ તથા ફોર્મ તાત્કાલીક ભરવા અનુરોધ કરેલ  છે. ફોર્મ ભરનાર વિદ્યાર્થીને પોતાની છેલ્લી માર્કશીટ(૨૦૧૭)ની ઝેરોક્ષ, ૨- પાસપોર્ટ ફોટા સાથે પોતાના રેશનકાર્ડની ઝેરોક્ષ જોડવી. ફોર્મ વિતરણ શરૂ થઇ ગયેલ છે.  ફોર્મ  ભરીન ે તા.૨૫  સુધીમાં  પહોંચાડવા. વધુ માહિતી  માટે  જીજ્ઞેશ  ત્રિવેદી (મો.૯૬૬૨૨ ૦૦૫૭૫) , ભુદેવ સેવા સમિતી કાર્યાલય-૨૨૦ ,ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ અતુલ મોર્ટસની સામે, રાજકોટ ખાત ે સાંજે    થી    (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮, ૯૮૨૫૨ ૪૯૩૯૪, ૯૯૨૪૪ ૦૫૮૬૮) ખાતે સંપર્ક કરવો

    આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ  જીજ્ઞેશ  ત્રિવેદી, હિમાની રાવલ, વત્સલ આચાર્ય, ગાયત્રી જોષી, નિશાંત જાની, અર્પિતા પંડયા, અજય જોષી, પરેશ દવે, યજ્ઞેશ ભટ્ટ, નિશાંત રાવલ, નિરજ ભટ્ટ, દિલીપ જાની, પરાગ મહેતા, મયુર વોરા, ચિરાગ મહેતા, માનવ વ્યાસ, રાજ દવે, પ્રશાંત વ્યાસ, જય ત્રિવેદી, પ્રશાંત ઓઝા, પ્રશાંત પાઠક, રૂચિક ઉપાધ્યાય, મીત જાની, પુજન પંડયા, ભરત દવે, સંદિપ પંડયા, જ્યોતિન્દ્ર પંડયા, જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS