Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

હેલ્થ સાયન્સ લાયબ્રેરીયનોની શનિવારે રાજકોટમાં રાષ્ટ્રીય કોન્ફરન્સ

૩૯ સ્થળોએથી ૨૦૦ લાયબ્રેરી સાયન્સ તજજ્ઞો આવશે : આધુનિક ટેકનોલોજીથી માહીતગાર કરતા સંસોધન પેપર્સ થશે રજ

હેલ્થ સાયન્સ લાયબ્રેરીયનોની શનિવારે રાજકોટમાં રાષ્ટ્રીય કોન્ફરન્સ

   રાજકોટ તા. ૧૪ : હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન દ્વારા આગામી તા.૧૮ ના રાજકોટ ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયુ છે.

   આ અંગે વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે તા.૧૮ ના પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટના આંગણે મળી રહેલ આ કોન્ફરન્સનો મુખ્ય થીમ 'એડવાન્સમેન્ટસ એન્ડ ચેલેન્જીસ ઇન હેલ્થ સાયન્સ લાયબ્રેરીયનશીપ' નીડ ઓફ ટ્રાન્સફોરમેશન ઓફ મેડીકલ એન્ડ એલાઇડ સાયન્સીસ લાયબ્રેરીયનશીપ ઇન ડીઝીટલ એરા' હશે.

   દેશના ૩૯ સ્થાનો પરથી ૨૦૦ થી વધુ લાયબ્રેરી સાયન્સના તજજ્ઞો ઉપસ્થિત રહી નવી નવી શોધો અંગે સૌને માહીતગાર કરશે. ડીઝીટલ ટ્રેન્ડસ એન્ડ ટેકનોલોજીસ, કલાઉડ બેઇઝડ લાઇબ્રેરી સર્વીસીસ, મેનેજમેન્ટ ઓફ ઇ-કન્ટેન્ટ, ઇનોવેટીંગ લાયબ્રેરી સર્વીસીસ ટુ યુઝર્સ, લાયબ્રેરી રિસોર્સ સેરીંગ, નેટવર્કીંગ એન્ડ કોન્સોસીયા ફોર મેડીકલ એન્ડ પેરામેડીકલ લાયબ્રેરીઝ, મેનેઝીંગ હ્યુમન રીસોર્સીંગ, નેશનલ સ્ટેટ પોલીસીસ ઓન હેલ્થ સાયન્સ લાયબ્રેરીઝ જેવા વિષયો પર ૩ ટેકનીકલ સેસનમાં તજજ્ઞો દ્વારા રીસર્ચ  પેપર્સ રજુ થશે.

   જુદા જુદા રાજયોની યુનિવર્સિટી, મેડીકલ કોલેજ, કેન્સર ઇન્સ્ટીટયુટ, કીડની ઇન્સ્ટીટયુટ, પેરામેડીકલ કોલેજના લાયબ્રેરીયન આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી ઉપયોગી માહીતીનું આદાન પ્રદાન કરશે. સાથે સાથે જ્ઞાનકોષનું વાસ્તવીક અર્થમાં નિરૂપણ થશે.

   કોન્ફરન્સને મૂર્તિમંત કરવા મેડીકલ કોલેજના લાયબ્રેરીયન અને ઓર્ગેનાઇઝર સેક્રેટરી રાજેશ એચ. ત્રિવેદી, ડો. કૌટિલ્ય શુકલ, ડો.શામજી પરમાર, ડો.સંજય શર્મા, સંજય લીમ્બાચીયા અને ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

   આ સેમીનારમાં હેલ્થ એન્ડ મેડીકલ  એજયુકેશનના ડે. ડાયરેકટર ડો. આર. દીક્ષીત, મેડીકલ કોલેજના ડીન ડો. વાય એસ. ગોસ્વામી નેશનલ મેડીકલ લાયબ્રેરી ન્યુ. દિલ્હીના ડાયરેકટર ડો. કે. પી. સિંઘ  ઉપસ્થિત રહશે.

   તસ્વીરમાં રાષ્ટ્રીય કોન્ફરન્સની માહીતી વર્ણવતા ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી રાજેશ ત્રિવેદી (મો.૯૮૯૮૦૨૭૫૧૪) અને બાજુમાં દિલીપભાઇ જ. ભટ્ટ, કલ્પેશ પી. શાહ, વર્ષા વી. જોષી, દેવલ બી. મકવાણા, અરૂણ એચ. સોંદરવા, મહેન્દ્રભાઇ એમ. પટેલ, ઘનશયામસિંહ એસ. ગોહીલ વગેરે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

 (03:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS