Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

''વિકાસ ગાંડો થયો છે'' પછી હવે કોંગ્રેસ ધુરંધરો ''ગૌરવ ગોટાળે ચડયો છે'' સૂત્ર લઇને આવે છે...

   રાજકોટ તા. ૧૪: ''વિકાસ ગાંડો થયો છે'' સૂત્રએ ભાજપને ભીંત સરસો કરી દીધો છે. કોંગ્રેસે આ સૂત્રનો અભૂતપૂર્વ પ્રસાર કરી દીધો છે. રોજ આ વિષય ઉપર નવા-નવા ગતકડા-મેસેજ સોશ્યલ મિડીયા ઉપર પ્રસારીત થતા રહે છે.

   ત્યારે એકાદ-બે દિવસમાં જ કોંગ્રેસની આઇટી ટીમ ''ગૌરવ ગોટાળે ચડયો છે''ના સૂત્ર સાથે સોશ્યલ મિડીયા ઉપર ભાજપ વિરૂદ્ધ આક્રમણ કરવા આવી રહ્યાના નિર્દેશો મળે છે.

   ગુજરાતમાં ''વિકાસ''ને ભાજપે મુદો બનાવ્યો તેના કોંગ્રેસે ડૂચ્ચા કાઢી નાખ્યા પછી ભાજપના ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાનની હવા કાઢી નાખવા માટે કોંગ્રેસ દ્વારા ''ગૌરવ ગોટાળે ચડયો છે'' અભિયાન સોશ્યલ મિડીયા ઉપર છવાઇ જવા આવી રહ્યાનું જાણવા મળે છે.

   ટોચના વર્તુળો જણાવે છે કોંગ્રેસે હવે ''વિકાસ'' સાથે ભાજપના ''ગૌરવ'' અભિયાનનો છેદ ઉડાડવા કમર કસી છે. મોટાભાઇ ''વિકાસ''ને ગાંડો થતા જોઇ હવે નાનો ભાઇ ''ગૌરવ'' ગોટાળે ચડયો છે, એવી થીમ સાથે કોંગી આઇટી ટીમ સોશ્યલ મિડીયા ઉપર મારો ચલાવવા સજજ થઇ ગયાના સ્પષ્ટ નિર્દેશ મળે છે. એવું પણ થીમ આવશે કે ''ગૌરવ'' ઘેર ઘેર પહોંચવાને બદલે ''ગૌરવ'' બેડરૂમ સુધી પહોંચી ગયો છે. આમાં આડકતરૃં ભાજપ ઉપર નિશાન તકાયું છે.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS