Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

પ્રથમ દિવસે જ ફોર્મ માટે ધસારોઃ અપક્ષોનો રાફડો ફાટયોઃ બપોર સુધીમાં પ૦ ફોર્મ ઉપડયા

   રાજકોટ તા. ૧૪: આજે વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું બહાર પડયું છે, અને આજે પ્રથમ દિવસે જ ફોર્મ ઉપાડવામાં ભારે ધસારો થયાનું બહાર આવ્યું છે. બપોરે ર વાગ્યે મળતી વિગતો મુજબ માત્ર એકલા રાજકોટની જ ૪ બેઠકો ઉપર પ૦ થી વધુ ફોર્મ ઉપડયા છે, અપક્ષોનો રાફડો ફાટયો હોય તેમ મોટા ભાગના અપક્ષો દ્વારા ફોર્મ લેવાયા છે. જેમાં ૭૦-રાજકોટમાં ૧૪, ૬૧-માં ૮, ૬૯-રાજકોટમાં-ર૩, અને ૬૮- રાજકોટ પૂર્વ વિસ્તારમાં પ ફોર્મ ઉપડયા છે. તમામ ડે. કલેકટરો-મામલતદારોને ભારે દોડધામ શરૂ થઇ છે.

 (03:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS