Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

સિવિલ હોસ્પિટલની દવા બારીએ મહિલા દર્દીઓ વચ્ચે ધબધબાટીઃ ઓછા સ્ટાફને લીધે હાડમારી

નવી દવા બારીઓ ખુલે છે તેની સામે સ્ટાફ વધારાનો અપાતો નથી...આ કારણે સર્જાય છે હાડમારી : પાંચ બારીમાંથી ત્રણ જ ખુલ્લી હતીઃ સેંકડો દર્દીઓને દરરોજ કલાકો કતારમાં ઉભવું પડે છેઃ રજા વગર ગેરહજાર રહેનાર સ્ટાફ સામે પગલા લેવા તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાની તજવીજ

સિવિલ હોસ્પિટલની દવા બારીએ મહિલા દર્દીઓ વચ્ચે ધબધબાટીઃ ઓછા સ્ટાફને લીધે હાડમારી

   રાજકોટઃ પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં દર્દીઓ ઉમટી પડે છે. અહિ ઓપીડીમાં બતાવ્યા બાદ જે તે દર્દીને જુદા-જુદા રિપોર્ટ માટે કે પછી દવા લેવા માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડે છે. તેમાં પણ દવા બારીએ તો એટલી ભીડ જામે છે કે ઘણીવાર દર્દીઓ વચ્ચે હાથોહાથની જામી પડે છે. આજે પણ આવું જ કંઇક થયું હતું. એક મહિલા દર્દી ડોકટર પાસે દવા લખાવ્યા બાદ દવા લેવા માટે લાઇનમાં ઉભા હતાં. તેમની તબિયત વધારે ખરાબ હોઇ તેણે આગળ જઇ પોતાને દવા લઇ લેવા વિનંતી કરી હતી. પરંતુ આ બાબતે બીજા મહિલા દર્દીઓએ વાંધો ઉઠાવતાં બોલાચાલી બાદ ધબધબાટી બોલી ગઇ હતી. દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં દવા બારીઓ ઓછી હોવાની અગાઉ અનેક રજૂઆતો થઇ ચુકી છે. પરંતુ તંત્રએ ગંભીરતા દાખવી નથી. હાલમાં પાંચ દવા બારીઓ ચાલુ રહે છે. પરંતુ તેમાંથી પણ બે દવા બારી બંધ હોઇ આજે ત્રણ જ બારી ખુલ્લી હોવાથી દર્દીઓની હાલાકી વધી ગઇ હતી. અગાઉ દવા બારીમાં ૨૨ કર્મચારીઓનો સ્ટાફ હતો. જેમાંથી કેન્સર વિભાગમાં, આંખના વિભાગમાં, ચામડીના વિભાગમાં તથા ઉપરના માળે શરૂ થયેલી દવા બારીમાં સ્ટાફ મોકલી દેવાયો છે. આ કારણે મુખ્ય દવાબારીએ સ્ટાફ ઘટી ગયો છે અને કામનું ભારણ પણ વધી ગયું છે. ખાસ જરૂરિયાત વખતે પણ આ વિભાગના કર્મચારીઓ રજા પર જઇ શકતા નથી. ચર્ચા મુજબ આજે એક કર્મચારી રજા વગર  જ ગેરહજાર હતાં. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાના કહેવા મુજબ આ મામલે તપસ થશે અને જવાબદાર સામે કાર્યવાહી થશે. દવા બારીના સ્ટાફમાં થતી ચર્ચા મુજબ જો સ્ટાફ વધી જાય તો તમામ દસેય બારીઓ ખુલી શકે તેમ છે. આ બાબતે રજૂઆતો થઇ છે પરંતુ સ્ટાફ વધારવામાં આવ્યો નથી. ત્યારે આ સમસ્યાનો અંત તાકીદે આવે તે જરૂરી છે. આજે દવા બારીએ ઉમટેલી દર્દીઓ અને તેના સગાઓની ભીડ તથા ધબધબાટી થઇ તે દ્રશ્યો જોઇ શકાય છે.

 (03:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS