Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

ચાર બાઇક ચોરી અને ત્રણ મોબાઇલની ચિલઝડપના ગુનામાં બે નેપાળી શખ્સને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા

તપેન્દ્ર ઉર્ફ તપી અને પ્રકાશ પાસેથી ૧,૦૭,૩૮૮નો મુદ્દામાલ કબ્જે

ચાર બાઇક ચોરી અને ત્રણ મોબાઇલની ચિલઝડપના ગુનામાં બે નેપાળી શખ્સને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા

   રાજકોટઃ શહેરમાં કેટલાક દિવસોમાં થયેલી ત્રણ મોબાઇલ ફોનની ચિલઝડપ અને ચાર વાહન ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે નેપાળી શખ્સો તપેન્દ્ર ઉર્ફ તપી હિમતસિંગ પરીયાર (ઉ.૨૫-રહે. રણુજા હાઉસીંગ બોર્ડ કવાર્ટર) તથા પ્રકાશ ભવાનીભાઇ શર્મા (ઉ.૨૦-રહે. પંચનાથ પ્લોટ-૧૪, અક્ષરતિર્થ એપાર્ટમેન્ટ)ને પકડી લઇ ત્રણ મોબાઇલ ફોન તથા ચાર બાઇક મળી રૂ. ૧,૦૭,૩૮૮નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, બલરામ મીણા, એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, સંતોષ મોરી, સંજય રૂપાપરા, શૈલેષ ગોસ્વામી સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે અને જગમાલભાઇ, જયસુખભાઇ અને સંતોષભાઇ ે મળેલી બાતમી પરથી બંને નેપાળી શખ્સને પકડી લેવાયા હતાં. ગાંધીગ્રામના ચાર, પ્ર.નગરનો એક અને તાલુકા પોલીસનો એક મળી કુલ સાત ગુના ડિટેકટ થયા છે.

 (12:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS