NRI Samachar

News of Tuesday, 14th November, 2017

શિકાગોમાં મહાવીર મહીલા મંડળે તેના સીલ્‍વર જયુબીલી વર્ષ તથા દિવાળી પર્વની કરેલી રંગેચંગે કરેલી ઉજવણીઃ આ પ્રસંગે મહિલા મંડળની બહેનોનું કરવામાં આવેલું જાહેર સન્‍માનઃ બહેનો તથા આમંત્રીતોના આનંદ પ્રમોદ માટે સંગીત પાર્ટીનું કરવામાં આવેલુ આયોજનઃ મહિલા મંડળના સ્‍થાપક સ્‍વ.ચંદ્રકાંતાબાને મહિલા મંડળના વ્‍યવસ્‍થાપકોએ યાદ કર્યા અને તેમની કરેલી સરાહના સીલ્‍વર જયુબીલી વર્ષની ઉજવણી પ્રસંગે સભ્‍યોને ભેટ આપવામાં આવીઃ આ સંસ્‍થાને ૫૨૦૦ ડોલર અનુદાનમાં મળ્‍યા

શિકાગોમાં મહાવીર મહીલા મંડળે તેના સીલ્‍વર જયુબીલી વર્ષ તથા દિવાળી પર્વની કરેલી રંગેચંગે કરેલી ઉજવણીઃ આ પ્રસંગે મહિલા મંડળની બહેનોનું કરવામાં આવેલું જાહેર સન્‍માનઃ બહેનો તથા આમંત્રીતોના આનંદ પ્રમોદ માટે સંગીત પાર્ટીનું કરવામાં આવેલુ આયોજનઃ મહિલા મંડળના સ્‍થાપક સ્‍વ.ચંદ્રકાંતાબાને મહિલા મંડળના વ્‍યવસ્‍થાપકોએ યાદ કર્યા અને તેમની કરેલી સરાહના સીલ્‍વર જયુબીલી વર્ષની ઉજવણી પ્રસંગે સભ્‍યોને ભેટ આપવામાં આવીઃ આ સંસ્‍થાને ૫૨૦૦ ડોલર અનુદાનમાં મળ્‍યા

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોની બહેનો દ્વારા મહાવીર મહિલા મંડળની સ્‍થાપના આજથી ૨૫ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી અને ચાલુ વર્ષ આ સંસ્‍થાનું સિલ્‍વર જયુબીલી વર્ષ હોવાથી તેના સંચાલકો દ્વારા શિકાગો નજીક ડાઉનસ ગ્રોવ ટાઉનમાં આવેલા આશિયાનાના બોન્‍કવેટ હોલમાં તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૨૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી.

         મહિલા મંડળની સીલ્‍વર જયુબીલી વર્ષની ઉજવણીની શરૂઆતમાં વ્‍યવસ્‍થાપક સમિતિના હોદ્દેદારોએ તમામ હાજર રહેલા સભ્‍યો તથા મહેમાનોનું સ્‍વાગત કર્યુ હતુ અને ત્‍યાર બાદ આ સંસ્‍થાના પ્રમુખ રશ્‍મિબેન કિશોરભાઇ શાહે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે શિકાગોમાં મહાવીર મહિલા મંડળની સ્‍થાપના સને ૧૯૯૨માં પરમ પૂજય સ્‍વર્ગસ્‍થ ચંદ્રકાંતાબાએ કરી હતી અને આજે આ મંડળને ૨૫ વર્ષની ઉજવણીના સાથે સાથે દિવાળી પર્વની પણ ઉજવણી કરી રહ્યા છીએ આ પ્રસંગે તેમણે મંડળ દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી અને બહેનો દ્વારા તેમાં જે સહયોગ પ્રાપ્ત થયેલો છે તે બદલ સર્વેનો તેમણે આભાર માન્‍યો હતો હાલમાં આ મંડળમાં ૧૩૨ જેટલી બહેનો સભ્‍ય તરીકે જોડાયેલી છે અને તમામ ક્ષેત્રે તેમનો સહકાર અમોને પ્રાપ્ત થયેલ છે જે ખરેખર આવકારને પાત્ર છે અને ભવિષ્‍યમાં પણ આવોજ સહાર તેમના તરફથી પ્રાપ્ત થતો રહેશે એવી તેમણે પોતાના પ્રવચનના અંતમાં આશા વ્‍યક્‍ત કરી હતી.

         આ પ્રસંગે અન્‍ય હોદ્દેદારો તરફથી પણ પ્રાસંગીક પ્રવચનો કરવામાં આવ્‍યા હતા અને તેમાં તમામ સભ્‍યો તથા શુભેચ્‍છકો તરફથી જે સહયોગ અને અનુદાને મળી રહેલ છે તે બદલ સર્વેનો આભાર માનવામાં આવ્‍યો હતો.

         આ પ્રસંગે સંગીતના ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું જેમાં શિકાગોના જાણીતા કલાકારો સંકેત પટેલ તથા દર્શના પટેલ તેમજ તેમના સાથીઓએ સુંદર સંગીતનો કાર્યક્રમ રજુ કર્યો હતો અને તેમાં તેમણે સભ્‍યોની માંગણીને ધ્‍યનમાં લઇને બોલીવુડના અત્‍યંત પુરાણા ફીલ્‍મી ગીતો રજુ કર્યા હતા અને આ વેળા ભાઇઓ તથા બહેનો સંગીતના તાલે ખુબ ધુમ્‍યા હતા અને તેનો આનંદ માણ્‍યો હતો.

         ૨૫ વર્ષના સમયગાળા દરમ્‍યાન જે બહેનોએ આ મડળમાં વિવિધ પ્રકારના હોદ્દાઓ પર ફરજ બજાવેલ તે સર્વેનું જાહેર સન્‍માન કરવામાં આવ્‍યુ હતું આ વેળા આગામી બે વર્ષે માટે મહાવીર મહિલા મંડળના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી તેમાં (૧) રશ્‍મિબેને શાહ પ્રમુખ (૨) વિશ્વા વાસણવાલા ઉપપ્રમુખ (૩) દર્શના શાહ સેક્રેટરી (૪)રંજનબેન શેટ જોઇન્‍ટ સેક્રેટરી (૫)દિપિકા શાહ ટ્રેઝરર (૬)ગીતા શાહ જોઇટ ટ્રેઝરર (૭)સુધાબેન શાહ પૂજા કોઓર્ડી નેટરનો સમાવેશ આ તમામ હોદ્દેદારો આગામી બે વર્ષ માટે બીનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે.

         સીલ્‍વર જયુબીલીની વર્ષની ઉજવણી પ્રસંગે શુભેચ્‍છકો તથા આ મંડળ પ્રત્‍યે સહાનુભૂતિ ધરાવનારાઓ તરફથી ૫૨૦૦ ડોલર જેટલી રકમ અનુધનમાં મળી હતી. અંતમાં સુંદર સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપી સૌ વિખુટા પડયા હતા. બહેનોએ આ સીલ્‍વર જયુબીલી વર્ષની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ સમારંભનું જે કુનેહ પુર્વક સંચાલન કર્યુ તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.

          

 (09:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS