NRI Samachar

News of Tuesday, 14th November, 2017

શિકાગોના બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્‍થાના સ્‍વામીનારાયણ મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી નિમિતે અન્‍નકુટનું કરવામાં આવેલુ ભવ્‍ય આયોજનઃ દિવાળી પર્વની ઉજવણીમાં હરિભક્‍તોએ વિવિધ પ્રકારના યોજવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધોઃ નાની વયના કિશોરો તથા નવ યુવાનોએ સંતોની સાંનિધ્‍યમાં આ પર્વની કરેલી ઉજવણીઃ સંસ્‍થામાં ગુરૂનુ મહત્‍વએ વિષય આધારિત પ્રદર્શનનું કરવામાં આવેલું આયોજન

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં BAPS સંસ્‍થાનું એક સુંદર કલાત્‍મક સ્‍વામીનારાયણ ભગવાનનું મંદિર આવેલ છે અને તેમાં ચાલુ વર્ષે દિવાળી પર્વની આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્‍વામીનારાયણ સંપ્રદાયના હરિભક્‍તોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી તેમાં સહભાગીદાર બન્‍યા હતા. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

         દિવાળી પર્વની ઉજવણી પ્રસંગે નાની વયના બાળકો તથા નવ યુવાનો માટે મંદિરના સંતોની સાંનિધ્‍યમાં અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા અને તેમાં પણ સર્વે લોકોએ આનંદથી ભાદ લીધો હતો દિવાળી પર્વની ઉજવણી પ્રસંગે આતશબાજી તથા ચોપડા પૂજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો અને તેમાં પણ સર્વેએ ભાગ લીધો હતો.

         આ પ્રસંગે કોઇપણ સંસ્‍થામાં ગુરૂઓનું ૧ મહત્‍વ હોય છે તે વિષય આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને તેમાં ગુરૂઓ તથા ભક્‍તોએ કેવા પ્રકારના વ્‍યવહારોનું પાલન કરવું જોઇએ તે વિગતે રજુ કરવામાં આવ્‍યુ હતુ.

         સ્‍વામીનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ વિવિધ પ્રકારની મિઠાઇઓ સુંદર કલરોમાં ગોઠવવામાં આવી હતી અને તેને નિહાળીને હરિભક્‍તો ધન્‍ય બન્‍યા હતા. આ દિવસો દરમ્‍યાન  અનેક પ્રકારના સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને તેમાં પણ મોટી સંખ્‍યામાં હરિભક્‍તોએ હાજરી આપી હતી ભારતીય સંસ્‍કૃતિનું  યોગ્‍ય રીતે જતન થાય તેથી આવા કાર્યક્રમો આવકારને પાત્ર છે.

 (09:42 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS