NRI Samachar

News of Tuesday, 14th November, 2017

ભારતના ૧૨ સ્‍ટેટના ૧૬ લાખ જેટલા વંચિત બાળકોને મધ્‍યાહન ભોજન પુરૂ પાડતી નોનપ્રોફિટ સંસ્‍થા ‘અક્ષયપાત્ર' : યુ.એસ.ની શિકાગો ટીમ દ્વારા ૧૧ નવેં. ના રોજ યોજાયેલા ફંડ રેઈઝીંગ પ્રોગ્રામમાં ૧,૭૫,૦૦૦ ડોલર ભેગા થઈ ગયા

ભારતના ૧૨ સ્‍ટેટના ૧૬ લાખ જેટલા વંચિત બાળકોને મધ્‍યાહન ભોજન પુરૂ પાડતી નોનપ્રોફિટ સંસ્‍થા ‘અક્ષયપાત્ર' : યુ.એસ.ની શિકાગો ટીમ દ્વારા ૧૧ નવેં. ના રોજ યોજાયેલા ફંડ રેઈઝીંગ પ્રોગ્રામમાં ૧,૭૫,૦૦૦ ડોલર ભેગા થઈ ગયા

         શિકાગો : યુ.એસ. ના નેપરવિલે ઈલિનોઈસ મુકામે ૧૧ નવેં. ૨૦૧૭ ના રોજ અક્ષયપાત્ર શિકાગો ટીમના ઉપક્રમે યેલોબોક્ષ ઓડિટોરીયમ ખાતે ફંડ રેઈઝીંગ પ્રોગ્રામ યોજાઈ ગયો. જેમાં પોપ્‍યુલર સિંગર સમીર ડેઈટ તથા દિપાવલી સોમૈયાને આમંત્રિત કરાયા હતાં. તથા ૭૫૦ લોકોએ હાજરી આપી હતી. જે અંતર્ગત ૧,૭૫,૦૦૦ ડોલરનું ફંડ ભેગુ થઈ ગયુ હતું. પ્રોગ્રામના અગ્રણી આયોજકોમાં શ્રી હિમાંશુ પટેલ, સુશ્રી સરોજ પટેલ, શ્રી દિપક કાપડિયા, સુશ્રી પલ્લવી શાહ, તથા સુશ્રી ઈલા વ્‍યાસનો સમાવેશ થયો હતો.

         ફંડ રેઈઝીંગ પ્રોગ્રામમાં ઉપસ્‍થિત વિશેષ અગ્રણીઓમાં અક્ષયપાત્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ USA ના ૨ મેમ્‍બર શ્રી બી.વી. જગદીશ, તથા સુશ્રી વંદના તિલક, તેમજ CEO શ્રી એમિલી રોસેનબુમનો સમાવેશ થતો હતો.

         શ્રી હિમાંશુ પટેલએ ઉપસ્‍થિતોનું સ્‍વાગત કર્યુ હતું. તથા શ્રી બી.વી. જગદીશએ મુખ્‍ય વક્‍તા તરીકે ઉદબોધન કર્યુ હતું. તથા ભારતના વંચિત બાળકોને સ્‍કૂલોમાં મધ્‍યાહન ભોજન મળી રહે તે માટે અક્ષયપાત્રના માધ્‍યમ દ્વારા ડોનેશનલ આપી સાકાર્યમાં નિમિત બનવા અનુરોધ કર્યો હતો.

         ફંડ રેઈઝીંગ પ્રોગ્રામના સમર્થન માટે અગાઉથી પ્‍લેટીનમ, ગોલ્‍ડ, સિલ્‍વર તથા બ્રોન્‍ઝ સ્‍પોન્‍સરના આયોજન કરતા હતાં. જે અંતર્ગત ૧૦ હજાર ડોલરના પાંચ પ્‍લેટીનમ સ્‍પોન્‍સલર, પાંચ હજાર ડોલરના ૧ ગોલ્‍ડ ૨૫૦૦ ડોલરના સાત સિલ્‍વર તથા એક હજાર ડોલરનાં ૩૮ બ્રોન્‍ઝ સ્‍પોન્‍સર્શ નોંધાઈ ગયા હતાં. ઉપરાંત પ્રોગ્રામ દરમિયાન બાકીની રકમ ભેગી થઈ ગઈ હતી.

         આ તકે શ્રી હિમાંશુ પટેલ, શ્રી દિપક કાપડિયા, સુશ્રી સરોજ પટેલ સુશ્રી પલ્લવી શાહ, સહિતના વકતાઓએ અક્ષયપાત્રની પ્રવૃતિઓ વિષયક માહિતિ આપતા ઉદબોધનો કર્યા હતાં. જે મુજબ અક્ષયપાત્ર દ્વારા વર્ષના ૨૩૨ દિવસો દરમિયાન ભારતની સ્‍કૂલોના ૧૬ લાખ જેટલા બાળકોને મધ્‍યાહન ભોજન પુરૂ પાડવામાં આવે છે. જે માટે ૧૨ સ્‍ટેટમાં કામગીરી ચાલે છે. જે માટે ભારત સરકાર ઉપરાંત પ્રાઈવેટ દાતાઓનો સહકાર મળી રહે છે. આ સંસ્‍થાને ‘‘એક્ષલન્‍સ ઈન ફાઈનાન્‍શીઅલ રિપોટીંગ'' નો CAI નો ગોલ્‍ડ શિલ્‍ડ એવોર્ડ મળેલો છે. તેમ જણાવ્‍યું હતું.

         અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન વિષયક વિશેષ જાણકારી માટે રૂરૂરૂ. શ્‍ંફુશ્‍ંશ્વફૂફર્ુીણર્ૂીદ્દશંઁ.ંશ્વ દ્વારા સંપર્ક સાધી શકાશે. તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

          

          

 (09:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS