NRI Samachar

News of Monday, 13th November, 2017

‘‘ NRI સેતુરત્‍ન એવોર્ડ'' : ગ્‍લોબલ ગુજરાતી ફેડરેશન તથા NRI સર્વિસીઝ (અમેરિકા)ના સંયુક્‍ત ઉપક્રમે યોજાઈ ગયેલો કાર્યક્રમ : શ્રી પ્રફુલ નાયક સહિત ૧૩ વ્‍યક્‍તિ વિશેષ તથા સંસ્‍થા અને કંપનીઓના પ્રતિનિધિઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા : દરિયાપાર વસતા ૬૫ લાખ એન.આર.જી. સમુદાય સાથે વતનનો નાતો જાળવી રાખવામાં સેતુ સમાન કામગીરી બજાવવા બદલ બહુમાન કરાયું

‘‘ NRI સેતુરત્‍ન એવોર્ડ'' : ગ્‍લોબલ ગુજરાતી ફેડરેશન તથા NRI  સર્વિસીઝ (અમેરિકા)ના સંયુક્‍ત ઉપક્રમે યોજાઈ ગયેલો કાર્યક્રમ : શ્રી પ્રફુલ નાયક સહિત ૧૩ વ્‍યક્‍તિ વિશેષ તથા સંસ્‍થા અને કંપનીઓના પ્રતિનિધિઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા : દરિયાપાર વસતા ૬૫ લાખ એન.આર.જી. સમુદાય સાથે વતનનો નાતો જાળવી રાખવામાં સેતુ સમાન કામગીરી બજાવવા બદલ બહુમાન કરાયું

         અમદાવાદ : આજે અહીં જે ૧૩ વ્‍યક્‍તિ વિશેષ અને સંસ્‍થા તથા કંપનીઓને એનઆરઆઈ સેતુરત્‍ન એવોર્ડ એનાયત થયા છે તેમણે પરિશ્રમ અને ગુણવત્તા સાથે સફળતા મેળવીને એનઆરઆઈ સમુદાય સાથેનો સંબંધ જીવંત કર્યો છે. આ બધું રાતોરાત થયું નહોતું તેમણે ખૂબ મહેનત કરી છે. આ ઉપરાંત તેમણે સમાજસેવાની ભાવનાને પણ જીવંત રાખી છે. એવોર્ડ મેળવનાર તમામ વિજેતાઓ સામાજિક દાયિત્‍વ ભૂલ્‍યા નથી. આવા ગુજરાતના પૂર્વ મુખ્‍ય સચિવ પ્રવિણ ક. લહેરીએ એનઆરઆઈ સેતુરન્‍ત એવોર્ડ એનાયત સમારંભમાં જણાવ્‍યું હતું. એએમએના જે.બી. એડિટોરિઅમમાં યોજાયેલા ગ્‍લોબલ ગુજરાતી ફેડરેશન અને શાહ એનઆરઆઈ સર્વિસીસ (અમેરિકા) ના સંયુક્‍ત ઉપક્રમે એનઆરઆઈ સેતુરત્‍ન એવોર્ડ એનાયત કરાયા હતા.

         આ સમારંભમાં મુખ્‍ય મહેમાન પદે સી.કે. પટેલે એવોર્ડને અભિનંદન આપતા ૧૯૬૦ ના દાયકાનાં પોતાના સ્‍મપણો વાગોળ્‍યા હતાં. તેમણે કહ્યું કે દરેક વ્‍યક્‍તિએ વતન સાથેના સંબંધને પ્રેમ અને આદરથી જાળવવો જોઈએ. અતિથિ વિશેષ ડો. બ્રિજેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા એવોર્ડ વિજેતાઓની સફળતાને બિરદાવી હતી.

         આ સમારંભમાં સર્વ શ્રી શઆહિદ પરવેઝ (એપોલો હોસ્‍પિટલ), શ્રી પરાગ દેસાઈ (વાઘબકરી ગ્રુપ), શ્રી સી.કે. પટેલ (સામાજિક ક્ષેત્ર) શ્રી જિતેન્‍દ્રભાઈ અને બીપીનભાઈ ચૌહાણ (જેડ બ્‍લુ.) શ્રી પ્રફુલ નાયક (અમદાવાદના નામાંકિત ઉદ્યોગપતિ તથા ભાજપ અગ્રણી તેમજ અમેરિકી સંસ્‍થા AINA ના ભારત ખાતેના પ્રેસિડન્‍ટ) શ્રી જયેન્‍દ્ર અને હર્ષદ જાટકિયા (જાટકિયા સ્‍ટુડિયો, ફોટોગ્રાફી ક્ષેત્ર), શ્રી હેમંતશાહ (એનઆરઆઈ પેરેન્‍ટસ એસોસિએશન અમદાાદ), શ્રી દિપકભાઈ ચોટાઈ (તલોદ ગૃહ ઉદ્યાગ), શ્રીમતિ સ્‍મિતાબે શેઠ, (મનપસંદ મેરેજ બ્‍યુરો), શ્રી જિતેન્‍દ્ર અઢિયા (મોટિવેટર સ્‍પીકર), શ્રી દિપકભાઈ ઠક્કર (વર્લ્‍ડટ્રેડ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ), શ્રી ડો. પિયુષ (આરોગ્‍ય) અને ડો. પાર્થ ઓઢા અને સંજય ઓઝા (સંગીત કલા)નો સમાવેશ થતો હતો. દરેક એવોર્ડને સન્‍માનપત્ર અપાયું હતું. સન્‍માનપત્રનું વાચન તુષાર શુક્‍લ, આર જે ધ્‍વનિત અનિલ ચાવડા, હરદ્વાર ગૌસ્‍વામી, લતા હિરાણી ડો. મેહુલ દામાણી, ઉન્‍મેષ દિક્ષિત સિદ્યાર્થ થક્કર, બિના આચાર્ય, સિમ્‍પલ ઠક્કર, યોગેશ ઠક્કર, શૈલેષા રાવલ વગેરેએ કર્યું હતું. દેરેકે એવોડીએ સુંદર રીતે પોતાના મનોભાવ વ્‍યક્‍ત કર્યો હતોં. અનિવાર્ય કારણોસર આ સમારંભમાં મહેમાન તરીકે દેવાંગભાઈ પટેલ (ઈપ્‍કોવાળા) ઉપસ્‍થિત રહી શક્‍યા નહોતા. તેમણે પોતાનો શુભેચ્‍છા સંદેશ મોકલી આપ્‍યો હતો.

         આ પ્રસંગે ગ્‍લોબલ ગુજરાતી ફેડરેશન વિશે વાત કરતા અનિતા તન્નાએ જણાવ્‍યું હતું કે પાંચમાં વર્ષમાં પ્રવેશેલી આ સંસ્‍થા એનઆરઆઈ સમુદાયને ધ્‍યાનમાં રાખીને વિવિધ નવા ઉપક્રમો શરુ કરશે. ખાસ કરીને એનઆરજીના દસ્‍તાવેજીકરણ પરમ વધારે ધ્‍યાન અપાશે. તેમમે ઉમેર્યું હતું. કે હવે દર વર્ષે એનઆરઆઈ સેતુરત્‍ન એવોર્ડ વિવિધ શહેરોમાં અપાશે. એનઆરઆઈ સર્વિસીસના મહેશભાઈ શાહે પોતાની કંપની દ્વારા એનઆરઆઈ સમુદાયને અપાતી સેવાઓ ચિતાર આપીને કહ્યું હતું અમને આનંદ છે કે આવા કાર્યો કરવાની અમને તક મળે છે. રમેશ તન્નાએ કહ્યું હતું કે દરિયાપાર વસતા ૬૫ લાખ એનઆરજી સમુદાય સાથએ વતનનો નાતો અનેક રીતે જીવનંત રહેતો હોય છે. કેટલીક વ્‍યક્‍તિ વિશેષ અને સંસ્‍થા વિશેષ તેમાં સેતું બનવાનું કામ કરે છે. તેમની કામગીરીને આ રીતે બિરદાવવામાં આવી હતી. આ એવોર્ડમાં સ્‍મૃતિચિન્‍હ સન્‍માનપત્ર, શાલ, ચરખો, તુલસીનો છોડ તથા પુસ્‍તક એનાયત કરાયો હતો.

         આ સમારંભમાં મોટી, સંખ્‍યામાં એનઆરઆઈ મિત્રો, અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રના વ્‍યક્‍તિ વિશેષ, સાહિત્‍યકારો, કળાકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

         વધુ માહિતી માટે રમેશ તન્ના, ગ્‍લોબલ ગુજરાતી ફેડરેશન સંપર્ક, ૯૮૨૪૦ ૩૪૪૭૩ દ્વારા સંપર્ક સાધવા શ્રી રમેશ તન્નાની યાદીમાં જણાવાયું છે.

          

 (11:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS