NRI Samachar

News of Monday, 13th November, 2017

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્‍યોએ ગીતા જયંતીની કરેલી શાનદાર ઉજવણીઃ સંસ્‍થાના ઉપપ્રમુખ છીતુભાઇ પટેલ, ટ્રેઝરર હસમુખભાઇ સોની તથા સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ દિપ પ્રાગટયની વિધી કરીઃ શિકાગોના આચાર્ય રોહિતભાઇ જોશી ગુણવંતભાઇ સોની, ડો.હેમા રાણા તથા રમાબેન સોનીએ ગીતા જયંતી અંગે પ્રવચનો કર્યાઃ સીનીયરોની બર્થડેની કરેલી ઉજવણીઃ સીનીયરોને ૫૦ જેટલા ફલ્‍યુ શોટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યોઃ આગામી ડીસેમ્‍બર માસની ૯મી તારીખે સંગીતનો ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્‍યોએ ગીતા જયંતીની કરેલી શાનદાર ઉજવણીઃ સંસ્‍થાના ઉપપ્રમુખ છીતુભાઇ પટેલ, ટ્રેઝરર હસમુખભાઇ સોની તથા સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ દિપ પ્રાગટયની વિધી કરીઃ શિકાગોના આચાર્ય રોહિતભાઇ જોશી ગુણવંતભાઇ સોની, ડો.હેમા રાણા તથા રમાબેન સોનીએ ગીતા જયંતી અંગે પ્રવચનો કર્યાઃ સીનીયરોની બર્થડેની કરેલી ઉજવણીઃ સીનીયરોને ૫૦ જેટલા ફલ્‍યુ શોટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યોઃ આગામી ડીસેમ્‍બર માસની ૯મી તારીખે સંગીતનો ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે

         

         (સુરેશ શાહ દ્વારા) શિકાગોઃ શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારનાના સંચાલકોએ નવેમ્‍બર માસની ૧૨મી તારીખને રવીવારે વીલીંગ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ મંદિરના હોલમાં માસીક સભાનું આયોજન કર્યુ હતું અને તેમાં સંસ્‍થાના ૨૦૦ જેટલા ભાઇ બહેનો તથા આમંત્રીતોએ હાજરી આપી હતી.

         સંસ્‍થા દ્વારા યોજવામાં આવેલ માસિક સભાની શરૂઆત દિપપ્રાગટય વિધીથી કરવામાં આવી હતી જેમાં સંસ્‍થાના ઉપપ્રમુખ છીતુભાઇ પટેલ, ટ્રેઝરર હસમુખસોની તથા સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ ભાગ લીધો હતો અને ત્‍યારે બાદ સંસ્‍થાના સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ હાજર રહેલા તમામ સભ્‍યો તથા આમંત્રીતોને આવકાર આપી સર્વેનું સ્‍વાગત કર્યુ હતું આ વેળા તેમણે પોતાના પ્રવચનમાં તમામ સભ્‍યોને આગામી વર્ષના સભ્‍યો બનવા માટે જરૂરી ફી સહીત ફોર્મ ભરવા અંગે માહિતી આપી હતી અને તમામ સભ્‍યોને તે પ્રમાણે કરવા હાકલ કરી હતી.

         આ વેળા સંસ્‍થાના સભ્‍યો ગુણવંતભાઇ સોની ડો. હેમાબેન રાણા, રોહિતભાઇ જોશી તથા રમાબેન રાણાએ ગીતા જયંતી અંગે વિસ્‍તૃત પ્રવચન તથા માહિતીઓ આપી હતી અને ગીતામાં જે ઉપદેશો દર્શાવવામાં આવેલ છે તેને દરેક વ્‍યક્‍તિઓએ પોતાના જીવનમાં તેનું અનુકરણ કરવા અનુરોધ કર્યો હતો.

         જે સીનીયર ભાઇ બહેનોને નવેમ્‍બર માસ દરમ્‍યાને બર્થ ડે આવતો હોય તેઓ સર્વેની બર્થડેની શાનદાર રીતે ઉજવણી કરી હતી. હવે શિયાળાની સીઝન શરૂ થનાર હોવાથી સર્વેની તંદુરસ્‍તી જળવાઇ રહે તે માટે ફલ્‍યુના શોટોનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને વોલગ્રીન કંપનીમાં ફાર્માસીસ્‍ટ તરીકે ફરજ બજાવતા વિનોદભાઇ પટેલે ૫૦ જેટલા સીનીયરોને ફલ્‍યુશોટો આપીને સુંદર સેવા બજાવી હતી અને તમામ ભાઇ બહેનોએ તેમાં સુંદર સહયોગ આપ્‍યો હતો.

         આવતા ડીસેમ્‍બર માસના અંતે સંસ્‍થાનું વર્ષ પૂર્ણ થતું હોવાથી ડીસેમ્‍બર માસની ૯મી તારીખને રવીવારે બપોરે સાડા ત્રણ વાગ્‍યાથી રાત્રે નવ વાગ્‍યા દરમ્‍યાન સંગીતના ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તે સમયે શિકાગોના સંગીતના કલાકારો નલીનીબેન પરીખ તથા યાસીનભાઇ પોતાના સમધુર સુરોમાં બોલીવુડ ફીલ્‍મ તેમજ ગુજરાતી ગીતો રજુ કરશે આ કાર્યક્રમ ફકત સીનીયર સંસ્‍થાના સભ્‍યો તથા આમંત્રીત પુરતો મર્યાદીત રાખવામાં આવેલ છે અને તે સિવાયનાઓને આ સંગીતના કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં એવું આ સંસ્‍થાના સંચાલકોએ જણાવેલ છે.

          

 (11:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS