NRI Samachar

News of Monday, 13th November, 2017

યુ.એસ.માં DFW હિન્‍દુ ટેમ્‍પલ (એકતા મંદિર) દલાસ દ્વારા ઉજવાઇ ગયેલો અન્‍નકૂટ ઉત્‍સવઃ ૨૫૦ ઉપરાંત વાનગીઓના થાળ સાથેના દર્શનમાં ૧૦૦૦ ઉપરાંત વૈશ્નવો ઉમટી પડયા

યુ.એસ.માં DFW હિન્‍દુ ટેમ્‍પલ (એકતા મંદિર) દલાસ દ્વારા ઉજવાઇ ગયેલો અન્‍નકૂટ ઉત્‍સવઃ ૨૫૦ ઉપરાંત વાનગીઓના થાળ સાથેના દર્શનમાં ૧૦૦૦ ઉપરાંત વૈશ્નવો ઉમટી પડયા

         દલાસઃ DFW હિન્‍દુ ટેમ્‍પલ (એકતા મંદિર) દલાસ દ્વારા ૨૨ ઓકટો.ના રોજ સવારે ૧૧ વાગ્‍યે દર વર્ષની માફક ભવ્‍ય અન્‍નકૂટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વર્ષે લગભગ ૨૫૦ થી પણ વધુ વાનગીઓ (સામગ્રી) ધરાવવામાં આવી શ્રી મુકુંદભાઇ પટેલ અને શ્રી પ્રદિપભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરવામાં આવેલ જેનો વૈશ્નવ પરિવારના સભ્‍યોએ લહાવો માણ્‍યો હતો. મદિરના પુજારી શ્રી જનકભાઇ તથા શ્રી ગોપાલભાઇએ ખૂબ સુંદર માર્ગદર્શન આપેલ હતું. હિન્‍દુ ટેમ્‍પલના પ્રમુખ શ્રી સત્‍યન બુરલાએ સૌનું સ્‍વાગત કરેલ તથા સહુને નૂતન વર્ષાભિનંદન પાઠવ્‍યા હતા. મંદિરના પૂજારીશ્રીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અન્‍નકૂટ દર્શન તથા મહાપ્રસાદમાં લગભગ એક હજારથી વધુ દર્શનાર્થીઓ પધાર્યા હતા. તથા અન્‍નકુટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. વોલન્‍ટીયર ભાઇ બહેનોના સહકારથી ઉત્‍સવ આનંદપૂર્વક ઉજવાયો હતો. તેવું શ્રી સુભાષ શાહની યાદી દ્વારા જાણવા મળે છે.   

          

 (11:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS