NRI Samachar

News of Monday, 13th November, 2017

અમેરિકામાં ૧૯ નવેં. રવિવારે દિવાળી અન્નકૂટ મહોત્‍સવ ઉજવાશે : વલ્લભધામ મંદિર, નેવીંગ્‍ટન કનેકટીકટના ઉપક્રમે કરાયેલા આયોજન અંતર્ગત ગોવર્ધન પૂજા, ગૌ પૂજન, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ તથા ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરાશે

અમેરિકામાં ૧૯ નવેં. રવિવારે દિવાળી અન્નકૂટ મહોત્‍સવ ઉજવાશે : વલ્લભધામ મંદિર, નેવીંગ્‍ટન કનેકટીકટના ઉપક્રમે કરાયેલા આયોજન અંતર્ગત ગોવર્ધન પૂજા, ગૌ પૂજન, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ તથા ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરાશે

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ.માં વૈશ્નવ પરિવાર ઓફ કનેકટીકટના ઉપક્રમે વલ્લભધામ ટેમ્‍પલ, ૨૬ ચર્ચ સ્‍ટ્રીટ, નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે ૧૯ નવેં, ૨૦૧૭ રવિવારના રોજ દિવાળી અન્નકૂટ મહોત્‍સવ, ગોવર્ધન પૂજા, ગોવર્ધન પરિક્રમા, ગૌ પૂજન, ફટાકડાની આતશબાજી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

         સવારે ૧૧ વાગ્‍યે શરૂ થનારી ઉજવણી અંતર્ગત ૧૨.૩૦ વાગ્‍યા દરમિયાન ગોવર્ધન પૂજા તથા ગોવર્ધન પરિક્રમાનું આયોજન કરાયું છે. બાદમાં બપોરે ૧૨.૩૦ કલાકે ગૌ પૂજન કરાશે.

         બપોરે ૩.૩૦ થી સાંજે ૭.૩૦ દરમિયાન અન્નકૂટ દર્શન, આરતી, મહાઆરતી, મહાપ્રસાદ, તથા ફટાકડાની આતશબાજીનો પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો છે.

         ગોવર્ધન પૂજા, ગૌપૂજા, તથા અન્નકૂટ મનોરથીઓ આવકાર્ય હોવાનું જણાવાયું છે.

         વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં. ૮૬૦-૪૧૭-૦૦૦૭, અથવા ૮૬૦-૭૯૬-૨૧૬૨ દ્વારા અથવા ઈમેલ info@vpoct.org  અથવા www.vallabhdham.org અથવા www.vpoct.org દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

          

 (11:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS