NRI Samachar

News of Monday, 13th November, 2017

યુ.એસ.માં ઇન્‍ડિયન સિનીયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે બર્થ ડે, ગીતા જયંતિ, તથા થેંકસ ગિવિંગ કાર્યક્રમ યોજાયોઃ પ્રાર્થના, હનુમાન ચાલીસાક, ગીતા જયંતિ મહાત્‍મ્‍ય, થેંકસ ગિવિંગ વિષે સમજુતિ, બર્થ ડે શુભેચ્‍છા તથા સ્‍વાદિષ્‍ટ ભોજનમાં જોડાતા ૧૬૦ જેટલા સિનીયરો

યુ.એસ.માં ઇન્‍ડિયન સિનીયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે બર્થ ડે, ગીતા જયંતિ, તથા થેંકસ ગિવિંગ કાર્યક્રમ યોજાયોઃ પ્રાર્થના, હનુમાન ચાલીસાક, ગીતા જયંતિ મહાત્‍મ્‍ય, થેંકસ ગિવિંગ વિષે સમજુતિ, બર્થ ડે શુભેચ્‍છા તથા સ્‍વાદિષ્‍ટ ભોજનમાં જોડાતા ૧૬૦ જેટલા સિનીયરો

            ઈન્ડીયન સિનિયર્સ ઓફ શિકાગોનો બર્થ ડે કાર્યક્રમ,ગીતા જયંતિ અને થેન્ક્સ ગિવિંગ ની ઉજવણી નો કાર્યક્રમ માનવ સેવા મંદિરમાં નવેમ્બરની 11 મી તારીખે સવારે 11:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતી. જેમાં 160 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.આ આખા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કાંતિભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી ભુપેન્દ્ર સુથાર , હેમા શાસ્ત્રી,નલિની રાવલ અને પન્ના શાહ દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી અને બધા ભાઈ બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો.તે પછી શ્રીમતી નલીનીબેન શાહ અને શ્રી ભુપેન્દ્ર સુથારે સુંદર ભજન ગાયું હતું. તે પછી શ્રી સીવી દેસાઈએ ઓક્ટોબર માસનો વિગતવાર હિસાબ રજુ કર્યો હતો અને ઓક્ટોબર માસમાં ડોનેશન આપનારા વ્યક્તિઓ ની જાહેરાત કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

            તે પછી શ્રી મનુભાઈ શાહે' થેન્ક્સ ગિવિંગ' વિષે વિસ્તારથી માહિતી આપી હતી. જુદા જુદા દેશોમાં તેને કઈ રીતે ઉજવવામાં આવે છે તેની પણ વિગતો આપી હતી. સાથે સાથે વાર્ષિક કાર્યક્રમની ટેબલ વ્યવસ્થા અંગે કેવી રીતે કાર્યવાહી કરવાની છે તેની વિગતો પણ આપી હતી.

            તે  પછી શ્રી બચુભાઈ પટેલે ગીતા જયંતી વિષે વિસ્તારથી વાત કરી હતી.ગીતા તત્વજ્ઞાનનો અમુલ્ય વૈશ્વિક ગ્રંથ છે. Gita is not the bible of Hinduism, but it is the bible of humanity.ગીતા જીવન ગ્રંથ છે.જીવન કેવી રીતે જીવવું તે ગીતા સમજાવે છે.ગીતા અભયદાન આપે છે, દુ:ખથી ડરીશ નહી અને સુખમાં છલકાઈ નહી.ગીતા સર્વ સામાન્ય માણસને માર્ગદર્શન અને આશ્વાશન આપે છે. ગીતાનો એકએક શ્લોક આશ્વાશનથી ભરપુર છે.પરિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્ટતામ। ધર્મસંસ્થાપનાય  સંભવામિ યુગે યુગે. ગીતા રાજવિદ્યા, બ્રહ્મવિદ્યા અને અધ્યાત્મ વિદ્યા સમજાવે છે.તે ઉપરાંત જગત અને જગદીશનો સંબંધ સમજાવે છે. ઈશ્વર સત્ય છે અને વિશ્વ ક્ષણિક છે. જીવનના બધા પ્રશ્નોના ઉકેલ ગીતામાંથી મળે છે.ગીતા સંયમી અને પ્રગતિશીલ જીવન જીવવાનો માર્ગ બતાવે છે.

            શ્રી ભુપેન્દ્ર સુથાર અને  શ્રી અરવિદ કોટકે નવેમ્બર માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન શ્રી પ્રદીપભાઈ શેઠના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્ર સુથાર અને  શ્રી અરવિદ કોટક સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. તે પછી બર્થ ડે વાળા ભાઈ બહેનોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

            શ્રી હીરાભાઈ પટેલે નવેમ્બર માસની 25 તારીખે આપણા વાર્ષિક મ્યુઝીકલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે તેની વિગતવાર માહિતી આપી હતી.

            તે પછી શ્રી નરેશ દેખતાવાળાએ આરોગ્યને લગતી કેટલીક અગત્યની વિગતો આપી હતી શ્રીમતી શર્મી ત્રિવેદીએ 2018 ના વર્ષથી સોશિયલ સિક્યુરીટીમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની વિગત આપવામાં આવી હતી.

            શ્રી હીરાભાઈ પટેલે પોતાની આગવી સ્ટાઈલથી બધાને સુંદર સાહિત્ય રજૂ કર્યું હતું. શ્રી બિપિનભાઈ શાહે પણ પોતાના સારા અનુભવોની વિગતો બધા સિનિયર ભાઈ બહેનો સામે રજૂ કરી હતી જેનાથી બધા પ્રભાવિત થયા હતા.

                અંતમાં શ્લોક બોલી સ્વાદિષ્ટ ભોજન લઇ ને બધાએ વિદાય લીધી હતી. તેવું શ્રી નરસિંહભાઇ પટેલના અહેવાલ થકી શ્રી ચિતરંજન દેસાઇની યાદી દ્વારા જાણવા મળે છે.  

 (11:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS