Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

બહુ ગળે મળી લીધું સાહેબ હવે પાછા આવી જાઓ ;શત્રુઘ્નસિંહાનું ટ્વીટ

ઓછામાં ઓછું ચૂંટણીઓના આ મહત્વપૂર્ણ સમયમાં પાછા આવી જાવ સાહેબ

બહુ ગળે મળી લીધું સાહેબ હવે પાછા આવી જાઓ ;શત્રુઘ્નસિંહાનું ટ્વીટ

   નવી દિલ્હી :આસિયાન બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સ્વદેશ પાછા ફરી રહ્યા છે ત્યારે ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ નામ લીધા વગર કટાક્ષ કર્યો છે. બહુ ગળે મળી લીધું સાહેબ હવે પાછા આવી જાઓ. ટ્વિટમાં શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે, શું ગળે મળવું, વેપાર, ફોટા ખેંચાવવા, ખેતી સંદર્ભે શિખવું અને ના શિખવું પુરતું છે?
    
   ગુજરાત વિધાનસભાની ચૂંટણીને યાદ અપાવતાં પટના સાહિબથી ભાજપના સાંસદે લખ્યું છે કે, ભારતના વિકાસના એકમાત્ર એજન્ડાની સાથે ઓછામાં ઓછું ચૂંટણીઓના મહત્વપૂર્ણ સમયમાં પાછા આવી જાવ સાહેબ અને દેશ માટે તથા તેની પ્રગતિ માટે ઘણું કામ કરી રહ્યા છો. ઘણો બધો પ્રેમ, જયહિંદ.

       શત્રુઘ્નસિંહાએ ટ્વિટમાં લખ્યું હતું કે, આશા અને પ્રાર્થના કરીએ છીએ કે ઓછામાં ઓછું વખતની મુલાકાત સારું પરિણામ આપશે અને માત્ર એક ફોટો ખેંચાવવા ટેનો પ્રવાસ નહીં બની જાય. આશા કરું છું કે કોઈને આમા વાંધો નહીં હોય. કારણ કે આમ પણ આપણે એક લોકશાહી દેશમાં રહીએ છીએ. કેમ સાચું કહ્યું ને? જયહિંદ

 (10:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો