Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

શેરબજાર ફ્લેટ : સેંસેક્સમાં ૯૧ પોઇન્ટનો થયેલો ઘટાડો

ફુગાવો છ મહિનાની ઉચ્ચતમ સપાટી ઉપર રહેતા : શેરબજારમાં ભારે ઉથલપાથલનો દોર જારી :નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટ્યો : મિડકેપ અને સ્મોલકેપ પર માઠી અસર

   મુંબઇ,તા. ૧૪ : શેરબજારમાં આજે ફુગાવાના દર સાત મહિનાની તેની ઉચ્ચત્તમ સપાટીએ નોંધાતા તેની પ્રતિકુળ અસર જોવા મળ હતી. આ અસરના કારણે દિવસ અંતે સેંસેક્સ ૯૧ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારેનિફ્ટી ૩૮ પોઇન્ટ સાથે બંધ રહ્યો હતો. આજે બીએસઈ સેંસેક્સ ૩૨૯૪૧ જ્યારે નિફ્ટી ૧૦૧૮૬ની સપાટીએ નોંધાયો હતો. બજારમાં આજે બે પ્રકારની અસરો જોવા મળી હતી જ્યારે એક તરફ ફુગાવાનો દર૩.૫૯ ટકા જેટલો ઉંચો જાહેર થવા પામ્યો હતો અને બીજી તરફ પુરની કિંમતોમાં થઇ રહેલા સતત વધારાના પગલે બજારમાંઆંશિક ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો. જેની અસર નિફ્ટીની સાથે મિડકેપ અને સ્મોલકકપે ઉપર પણ જોવાઈ હતી.   દરમિયાન રિઝર્વ બેંક દ્વારા આગામી માસમાં હાલના વ્યાજદરોમાં ઘટાજો કપવામાં આળે તેવી સંભાવનાાને ધ્યાનમાં લઇને બજારમાં ચિંતાનહાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવાના મોદી સરકારના નિર્ણય બાદ તેની અસર આવનાર દિવસોમાં બજારમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત ૬.૯ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમને લઇને શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી રહી હતી.જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૦મી નવેમ્બરે ૧૭૭ વસ્તુઓ ઉપર ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો હતો. ૨૮ ટકા ટેક્સની હદમાં આવનાર ૧૭૭ ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય  બાદ હવે માત્ર ૫૦ વસ્તુઓ જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહી ગઈ છે. પહેલા ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં ૨૨૭ વસ્તુઓ હતી જે હવે ૫૦ થઇ ગઇ છે. જીએસટી પરિષદે  પોતાની ૨૩મી બેઠકમાં ૧૭૭ વસ્તુઓ ઉપર કરવેરામાં ઉલ્લેખનીય ઘટાડો કરી દીધો હતો. વિરોધ પક્ષો દ્વારા ભારે હોબાળો હાલમાં મચાવવામાં આવ્યો હતો.શેરબજારમાં હાલમાં ઉતારચઢાવ જારી રહી શકે છે. તેની અસર જાર પર રહેશે.  સેંસેક્સ  ગઇકાલે સોમવારના દિવસે  ૨૮૧ પોઇન્ટ ઘટીને ૩૩૦૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૭ પોઇન્ટ ઘટીને ૧૦૨૨૫ની નીચી સપાટીએ રહ્યો હતો. મિડકેપ ૦.૨  ટકાનો ઘટાડો રહ્યો હતો.

 (07:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો