Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

FIR સાથે જોડાયેલા નિયમો જાણો, ક્‍યારેક કામ લાગશે

<br />FIR સાથે જોડાયેલા નિયમો જાણો, ક્‍યારેક કામ લાગશે

      નવી દિલ્‍હી તા.૧૪ : એફઆઈઆરનો અર્થ, ફર્સ્‍ટ ઈન્‍ફોર્મેશન રિપોર્ટ થાય છે. આ એક દસ્‍તાવેજ હોય છે જેમાં કોઈ પણ ગુનાની આધારભૂત માહિતી હોય છે. જણાવી દઈએ કે, FIR કોઈ પણ ગુનાની તપાસનો પહેલો તબક્કો છે, પણ મતલબ એવો નથી થતો કે જેની સામે FIR દાખલ થઈ હોય તે ગુનેગાર છે.

      ફરિયાદી દ્વારા મૌખિક રીતે આપવામાં આવેલી સૂચનાને પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ દ્વારા અથવા તેમના નિર્દેશનમાં લખવામાં આવશે. આ પછી લખવામાં આવેલી માહિતી ફરિયાદ કરનાર વ્‍યક્‍તિને સંભળાવવામાં આવે છે.

      સબ-સેક્‍શન અંતર્ગત માહિતીની એક કોપી બનાવવામાં આવે છે જે ફરિયાદીને મફતમાં આપવામાં આવે છે. પોલીસ અધિકારી દરેક ગંભીર ગુનાની FIR નોંધવા માટે બંધાયેલા છે. જો કોઈ પોલીસ અધિકારી FIR નોંધવાનો ઈનકાર કરી દે તો ફરિયાદીએ આ વાતની જાણ SPને કરવાની હોય છે.

      જો પોલીસે તમારી પાસેથી ફરિયાદ લીધી હોય અને તમને સ્‍વીકૃતિ આપી દે છે, તો તે FIR નથી. તેનો મતલબ એવો થયો કે પોલીસે તમારી ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને તેઓ જોશે કે ગુનો થયો છે કે નહીં.

      જો કોઈ FIR નોંધાઈ હોય તો પોલીસ તેનો રેકોર્ડ પોતાની પાસે લેખિત રુપમાં રાખશે. FIR તાત્‍કાલિક નોંધાવી જોઈએ. FIRમાં મોડું થવાથી દોષીને પુરાવા નષ્ટ કરવાનો સમય મળી જાય છે.

      ક્‍યારેક-ક્‍યારેક પોલીસ FIR નોંધવાનો ઈનકાર કરી દે છે. ઘણી વખત ગુનો મોટો ન હોવાથી પોલીસ FIR નોંધવાનો ઈનકાર કરી દે છે. તો ક્‍યારેક પોલીસ એટલા માટે ઈનકાર કરે છે કારણ કે તે ગુનાના ગ્રાફને ઓછો દેખાડવા માગે છે.

       

 (04:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો