Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

આધ્યાત્મિક અને સત્સંગમાં શ્રવણ ભકિત શ્રેષ્ઠઃ પૂ. મોરારીબાપુ

ઉત્તર પ્રદેશના વ્રજ ચોર્યાસીમાં 'શ્રી રામકથા'નો ચોથો દિવસ

આધ્યાત્મિક અને સત્સંગમાં શ્રવણ ભકિત શ્રેષ્ઠઃ પૂ. મોરારીબાપુ

   રાજકોટ, તા. ૧૪ :. 'આધ્યાત્મિક અને સત્સંગમાં શ્રવણ ભકિત શ્રેષ્ઠ છે' તેમ પૂ. મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના વ્રજ ચોર્યાસીમાં ચોથા દિવસે જણાવ્યુ હતું.

   પૂ. મોરારીબાપુએ કહ્યુ કે, જ્યાં આપણે રોકાય તે કાશી અને જ્યાં રહીએ તે પરમધામ છે. તેમ વિનોબા ભાવે કહેતા હતા.

   પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યુ કે, માનસનો એક અર્થ છે હૃદય. એટલે આ હૃદયની પરિક્રમા છે. આ માનસની પરિક્રમા છે. બાપુએ મોબાઈલ અને વ્હોટસએપ સંદર્ભે સૌને હૃદયપૂર્વક અપીલ કરતા કહ્યુ હતુ કે, આ જીવન મોબાઈલ માટે નથી, માળા માટે છે. (એમ કહીને બાપુએ પોતાના ખોળામાં રહેલી માળાના મણકા બતાવ્યા હતા.) બાપુએ ભારપૂર્વક કહ્યું કે, હું મોબાઈલનો વિરોધી નથી, જરૂર તેનો સમ્યક ઉપયોગ કરો. આખા દિવસમાં અડધા કે એક કલાક નિશ્ચિત કરી તેનો ઉપયોગ કરો, પણ ચોવીસ કલાક મોબાઈલમાં રચ્યાપચ્યા ન રહો. આપણુ પણ આવું જ છે ! કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, શું ફરે પડે છે ! કોઈપણ સ્વરૂપે હરિસ્મરણ જ જરૂરી છે, માત્ર હરિનામ આધાર છે.

   પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, વ્રજમાં વૃક્ષો કાપવામાં ન આવે, વૃક્ષ છેદન ન થાય, પહાડોનું ખનન ન થાય અને આ યમુનાજીની ધારા એ અવિચ્છિન્ન વહેતી રહે. સમાજપીઠ અને રાજપીઠને આ મારી વ્યાસપીઠની નમ્ર વિનંતી છે.

   શંકરાચાર્ય એક સરસ વાત કરતા કે, પ્રસન્નતા એ પરમાત્માનો દ્વારા છે, હંમેશા પ્રસન્ન રહેવું... પરિક્રમા સંદર્ભે બાપુએ કહ્યુ હતું કે, ગાંધીજીની પરિક્રમાનું કેન્દ્ર સત્ય હતુ, બુદ્ધનું કરૂણા, મહાવીરનું નિતાંત અહિંસા અને ચૈતન્યપ્રભુની પરિક્રમાનું કેન્દ્ર વિશુદ્ધ પ્રેમ હતુ. ગાંધીબાપુ મૃત્યુ સમયે 'હે રામ' બોલ્યા એ ગાંધીનો 'હે' પ્રાણવાન હતો. જુઓ તો આપણે સૌ જન્મોજન્મથી પરિક્રમા જ કરીએ છીએ, પણ તોય હજી આપણે પહોંચ્યા નથી ! પરિક્રમાની ખાસ વિશેષતા એ છે કે તેમા સ્થૂળ અને સુક્ષ્મ બન્ને પ્રક્રિયા છે. સ્થૂળ પરિક્રમામાં આ ચાર સાધનો થાય છે. (૧) સાધન- એટલે કે કોઈ વાહન (૨) આપણા પગ પદયાત્રા કરીએ તો (૩) કોઈ સાથી હોય અને (૪) કોઈ માર્ગદર્શક હોય, પણ સૂક્ષ્મ પરિક્રમામાં એક માત્ર સાધન આપણું મન હોય છે. મનથી પણ ઘણા પરિક્રમા કરી રહ્યા છે.

 (04:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો