Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

પેટ્રોલના ભાવ વધતા લોકોની મુશ્‍કેલી વધીઃ જથ્‍થાબંધ ફુગાવાનો દર ૬ મહિનાની ટોચે

ઓક્‍ટોબરનો આંક ૩.૫૯ ટકાઃ સપ્‍ટેમ્‍બરનો આંક હતો ૨.૬ ટકા

પેટ્રોલના ભાવ વધતા લોકોની મુશ્‍કેલી વધીઃ જથ્‍થાબંધ ફુગાવાનો દર ૬ મહિનાની ટોચે

      નવી દિલ્‍હી તા. ૧૪ : રીટેલ મોંઘવારી દરના ૭ મહિનાના ઉંચા સ્‍તર પર પહોંચ્‍યા બાદ જથ્‍થાબંધ મોંઘવારી દરમાં પણ ભારે વધારો જોવા મળ્‍યો છે. ઓકટોબર મહિનામાં જથ્‍થાબંધ મોંઘવારી દર ૬ મહિનાના ટોપ પર પહોંચ્‍યો છે. ઓકટોબરમાં જથ્‍થાબંધ મોંઘવારી ૩.૫૯ ટકા રહી. સપ્‍ટેમ્‍બરમાં આ આંકડો ૨.૬ ટકા પર હતો. જથ્‍થાબંધ મોંઘવારી દરમાં વધારા માટે ખાદ્ય અને પેટ્રોલિયમ ઉત્‍પાદનોની કિંમતો વધવાનું કારણ જવાબદાર છે.

      વાણિજ્‍ય મંત્રાલય તરફથી જાહેર થયેલા ડેટા મુજબ ફુડ ઉત્‍પાદનોના દર વધીને ૩.૨૩ ટકા પર પહોંચ્‍યો છે. સપ્‍ટેમ્‍બરમાં આ ૧.૯૯ ટકાના સ્‍તર હતો. ઓકટોબર મહિનામાં વેજીટેબલ ઇન્‍ડેકસ ૧૯.૯ ટકાના સ્‍તર પર પહોંચ્‍યો છે.

      જથ્‍થાબંધ મોંઘવારી સુચઆંકના પ્રમુખ ઉત્‍પાદક ઓકટોબર મહીનામાં ૩.૩૩ ટકા પર પહોંચ્‍યો.

      સપ્‍ટેમ્‍બર મહિનામાં તે ૦.૧૫ ટકા પર હતલ. પ્રમુખ ઉત્‍પાદન અથવા પ્રાઇમરી આર્ટીકલ્‍સ સંપૂર્ણ જથ્‍થાબંધ મોંઘવારી સુચઆંકનો પાંચમો ભાગ હોય છે. કોમોડીટી ઇન્‍ડેકસની વાત કરીએ તો મેન્‍યુફેકચર્ડ પ્રોડકટસ ઇન્‍ડેકસ ૦.૨૬ ટકા પર રહ્યો.

      જથ્‍થાબંધ મોંઘવારી દરનો અંદાજ જથ્‍થાબંધ મોંઘવારી સુચઆંક દ્વારા લગાવામાં આવે છે. તે જથ્‍થાબંધ ખરીદી કરતા કારોબારીઓને કિંમતમાં થતાં ફેરફારને દર્શાવે છે.

      અગાઉ મંત્રાલયે રીટેલ મોંઘવારી દરના આંકડા રજુ કર્યા હતા. ઓક્‍ટોબર મહિનામાં રીટેલ મોંઘવારી દર પણ સાત મહીનાના ટોપ પર પહોંચી ગયો છે. સીપીઆઇ ઓકટોબર ૩.૫૮ ટકા પર પહોંચી ગયો છે. સપ્‍ટેમ્‍બરમાં તે ૩.૨૮ ટકા પર હતો.

       

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો