Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

મૂરતિયા પસંદગીનું પોટલુ બાંધી ભાજપના નેતાઓ દિલ્‍હી ઉપડશેઃ કાલે સાંજે ફેસલો

   રાજકોટ, તા. ૧૪ : ભાજપના પ્રદેશ નેતાઓએ પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડમાં લાંબી કસરત બાદ ધારાસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. જેને આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની હાજરીમાં કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે. કાલે રાત સુધીમાં પ્રથમ તબક્કાના ૮૯ અથવા મોટાભાગના ઉમેદવારો જાહેર થઇ જાય તેવા સંકેત છે. પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક આજે પણ ચાલી રહી છે. હાલના ૧ર૧ ધારાસભ્‍યો પૈકી અડધા જેટલા પડતા મૂકાઇ અને તેમના સ્‍થાને નવા  ચહેરાઓને સ્‍થાન આપવામાં આવે તેવી શકયતા છે. પ્રદેશની પસંદગી મહદ્‌અંશે યથાવત રહેશે.

   રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઇ શાહે પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં ભાગ લીધો હોવાથી ગુજરાતમાં જે બેઠક માટે એક-એક નામ નક્કી થયા છે તેમાં ફેરફારની સંભાવના નથી. પાટીદાર ફેકટર, ઉમેદવારની વ્‍યકિતગત ક્ષમતા, જ્ઞાતિના સમીકરણો વગેરે બાબતો કેન્‍દ્રમાં રાખી ઉમેદવાર પસંદગી કરવામાં આવી છે. કુલ ૧૮ર પૈકી ર૦ થી રપ મહિલાઓને ટીકીટ આપવામાં આવે તેવી સંભાવના છે. જયાં વધુ ખેંચતાણ હોય તેવી બેઠકોનો નિર્ણય મોદી-શાહ પર છોડવામાં આવે તેવું બનવા જોગ છે.

 (03:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો