Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

શું તમે જાણો છો? પહેલા ૨૦ નવેમ્બરે 'બાળદિન' ઉજવાતો

આજે બાળદિન : ચાચા નહેરૂની જન્મજયંતિ : શાળાઓમાં ભુલકાઓએ જલ્સા કર્યા

શું તમે જાણો છો? પહેલા ૨૦ નવેમ્બરે 'બાળદિન' ઉજવાતો

   નવી દિલ્હી, તા.૧૪ : આજે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ છે. આ દિવસને આપણે 'બાળદિન' તરીકે પણ ઉજવીએ છીએ. પંડિત નહેરૂને બાળકો સાથે ખૂબ જ લગાવ હતો. આ બધી તો એ વાતો છે જે આપણને સ્કૂલમાં ભણાવવામાં આવે છે અથવા તો આપણા વડિલો પાસેથી સાંભળી હશે. પરંતુ, શું તમે જાણો છો કે ૧૪ નવેમ્બર પહેલા બાળદિન કયા દિવસે ઉજવવામાં આવતો હતો? શું પંડિત નહેરૂના જન્મદિવસ પહેલા આ દિવસ ઉજવવામાં નહોતો આવતો? જો ઉજવવામાં નહોતો આવતો, તો કયા દિવસથી એ નક્કિ થયું કે, બાળદિન ૧૪ નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે? બાળદિનને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવાની જૂની પરંપરા છે.

   નહેરૂજી કહેતા હતા કે, બાળકો દેશનું ભવિષ્ય છે. તેથી તેને પ્રેમ આપવામાં આવે અને તેની યોગ્ય સંભાળ રાખવામાં આવે, જેથી તે પગભર થઈ શકે. આપણે તેને આગળ વધારવાની જરૂર છે અને તે ત્યારે જ શકય બનશે જ્યારે બધા ભારતીયો પોતાની જવાબદારીને સમજશે. સંયુકત રાષ્ટ્ર વર્ષ-૧૯૫૪થી 'ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડે' ૨૦ નવેમ્બરના દિવસે ઉજવવામાં આવતો હતો. દુનિયાભરમાં બાળકોના સારા ઉછેરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી તેની શરૂઆત થઈ હતી. વર્ષ-૧૯૬૪માં પંડિત જવાહરલાલ નહેરૂના મૃત્યુ પછી સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે જવાહરલાલ નહેરૂના જન્મદિવસને બાળદિન તરીકે ઉજવવામાં આવે. આવી રીતે ભારતને દુનિયાથી અલગ પોતાનો એક બાળદિવસ મળ્યો.

   ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે ૧૨૮મી જન્મજયંતિ છે. તેમનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯માં ઉત્તર પ્રદેશના ઈલાહાબાદમાં થયો હતો. તેમના જન્મદિવસને આખા ભારતમાં બાળદિનના રૂપમાં ઉજવવામાં આવે છે. નહેરૂજીની ઇચ્છા હતી કે, તે વકિલ તરીકે પ્રેકિટસ કરે પરંતુ, તે આ કામ થોડા દિવસો સુધી જ કરી શકયા. મહાત્મા ગાંધી જેવી રીતે અંગ્રેજોથી દેશને મુકત કરાવવા માટે અભિયાન કરતા રહ્યા, તેનાથી નહેરૂ બહુ પ્રભાવિત થયા અને મહાત્મા ગાંધીની સાથે જોડાયા. પંડીત નહેરૂ એક સારા નેતા અને વકતા જ નહીં પરંતુ, તે એક સારા લેખક પણ હતા. તેઓએ અંગ્રેજીમાં 'ધ ડિસ્કવરી ઓફ ઈન્ડીયા', 'ગ્લિમપ્સ ઓફ વર્લ્ડ હિસ્ટરી' અને બાયોગ્રાફી 'ટુવર્ડ ફ્રીડમ', વગેરે પુસ્તકો લખ્યા હતા.

 (03:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો