Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

      -બનાસકાંઠામાં ૮ શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું : બનાસકાંઠા : ડીસાના કંસારી ગામમાં પિયરમાં રિસાઈને બેઠેલી મહિલાને બીજે લગ્ન કરવાની લાલચ આપીને સામુહિક દુષ્કર્મ : ૮ શખ્સો સામે ફરીયાદ

       

      -સાબરકાંઠા : સાબરડેરીએ દુધના ફેટના ભાવમાં કિલોએ રૂ.ર૦નો વધારો કર્યો

       

      -ડોન દાઉદની ૩ મિલકતની આજે હરરાજીઃ હોટલ ખરીદીને શોચાલય બનાવવાની હિન્દુ મહાસભાની જાહેરાત

       

      

      -અમદાવાદમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી : અમદાવાદ : કલેકટર કચેરી ખાતેથી મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઈક રેલીની શરૂઆત કરવામાં આવી : મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા

      

      

      

      -જીતુ વાઘાણી જાહેરમાં અથવા મીડિયા સમક્ષ માફી માગેઃદાનસંગ મોરી રાજપુત સમાજનું આંદોલન ચાલુ રહેશે :અમદાવાદ : જીતુ વાઘાણી જાહેરમાં અથવા મીડિયા સમક્ષ માફી માગે : માફી નહીં માંગે તો પરીણામ ભોગવવા તૈયાર રહે : માફી નહીં માંગે ત્યા સુધી રાજપુત સમાજનું આંદોલન ચાલુ રહેશેઃદાનસંગ મોરી

      

      -અમરેલીના જાફરબાદમાં ૩૦૦ ખેડૂતોએ કર્યું ચક્કાજામ : અમેરલીના જાફરબાદ તાલુકાના દુધાળા ગામ નજીક ૩૦૦ ખેડૂતોએ કર્યું ચક્કાજામ :  હાઈવે પરથી ધૂળ ઉડવાના કારણે ખેડૂતોના પાકમાં નુકશાન થતુ હોવાની ખેડૂતોની ફરીયાદ : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ૧ માસમાં બીજી વખત ચક્કાજામ કરાયો

      

      ભારતની ધરતી પર લંકા એકપણ ટેસ્ટ જીત્યુ નથી : ભારત - શ્રીલંકા વચ્ચે ગુરૂવારથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ : કુલ ૧૭ ટેસ્ટ રમાયા જેમાં ટીમ ઈન્ડિયાનો ૧૦માં વિજય, ૭ ડ્રો રહ્યા : કલીનસ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

      

      -ઉદ્યોગપતિઓને ધમકાવ્યાના બેબુનિયાદ આક્ષેપ કરનારા ઈન્દ્રનિલ રાજયગુરૂને દુઃખે છે પેટ અને ફૂટે છે માથુઃ વેપારી આલમ ભા.જ.પ. સાથે જ રહ્યો છે અને રહેવાનો છેઃ અંજલિબેનનાં નામે પાયાવિહિન આક્ષેપ કરી નારી શકિતનું અપમાન કરનારા ઈન્દ્રનિલ રાજયગુરૂને ચૂંટણીમાં મહિલાઓ પાઠ ભણાવશેઃ  ગુંડાગીરી, દાદાગીરીને શરણે બેઠેલી કોંગ્રેસના લોકોના મોઢે વેપારીના હિતની વાત શોભતી નથીઃ ભાજપ મહિલા મોરચાના નયનાબેન પેઢડીયા, પુનિતાબેન પારેખ અને કિરણબેન માંકડીયાનો આક્રોશ

      

      -સાઉદી અરબ સરકારે રમત-ગમત પ્રવૃતિ હેઠળ યોગને માન્યતા આપી

       

      

       

       

      -નોટબંધીના મામલે હાઈકોર્ટે રીઝર્વ બેન્કને નોટીસ ફટકારી : અમદાવાદના વૃદ્ધ દંપતિએ કેસ કર્યો છે : આ દંપતિએ મુંબઈ જઈને નોટો જમા કરાવી છતાં તેમને નવી નોટ ના મળી : નોટબંધી દરમિયાન આ દંપતિ વિદેશ હતું

 (03:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો