Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

ચીન બાદ ભારત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ માટે બીજા ક્રમેઃ મોદી સરકારની સહાયતા - મદદ મુખ્ય

રિન્યુએબલ એનર્જી સેકટરમાં રૂ. ૧૬૦૦૦ કરોડ ફાળવાયા : રોકાણ માટે આ સેકટર શ્રેષ્ઠઃ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેશન

   નવી દિલ્હી તા. ૧૪ : સરકાર તરફથી મજબૂત સહાયતા અને આર્થિક દ્રષ્ટિએ વધતી આકર્ષકતા એ સમગ્ર વિશ્વમાં કિલન એનર્જીના ક્ષેત્રે ભારતને સૌથી પસંદગીના રોકાણ લાયક સ્થળોમાંનું એક સ્થળ બનાવી દીધું છે. EYના એક રિપોર્ટ મુજબ ભારત સરકારે વર્ષ ૨૦૨૨ સુધી ૧૭૫ ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી જનરેશન અને વર્ષ ૨૦૪૦ સુધીમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૪૦ ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો કરવાની યોજના બનાવી છે. જેના પગલે ચીન બાદ ભારત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ માટે બીજા ક્રમનું સૌથી વધુ આકર્ષક દેશ બન્યું છે.

   ફિડ-ઇન- ટેરિફ (FIT)માંથી સ્પર્ધાત્મક બિડિંગ મોડલ અપનાવતા ઘણા રોકાણકારો ભારતના કિલન એનર્જી માર્કેટ તરફ આકર્ષાયા છે. વિન્ડ પાવરની તાજેતરની સફળ હરાજીથી ઉત્સાહિત ભારત હવે ભવિષ્યમાં મોટી સંખ્યામાં વિન્ડ પાવરની સ્પર્ધાત્મક બિડિંગ માટેની તૈયારી કરી રહ્યું છે.

   સરકાર દ્વારા યોજાયેલા બંને ઓકશનમાં ચાલુ વર્ષે ઇન્ડસ્ટ્રીઝ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે અને ટેરિફ રેટમાં નવા સિમાચિહ્રન બન્યાં છે. હરાજીમાં જીત મેળવનાર કંપનીઓમાં માયટ્રેહ એનર્જી (ઇન્ડિયા) લિમિટેડ, એસ્ટ્રો કચ્છ વિન્ડ પ્રાઇવેટ લિમિટેડ, આઇનોકસ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સર્વિસિસ લિમિટેડ, રિન્યુ પાવર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઓરેન્જ સિરોન્જ વિન્ડ પાવર પ્રાઇવેટ અને અદાણી ગ્રીન એનર્જી (એમપી) અને સેમ્બકોર્પ જેવી ઇન્ટરનેશનલ કંપની પણ છે જેણે બંને રાઉન્ડમાં બિડ જીતીને સૌથી સારી કામગીરી દર્શાવનાર વૈશ્વિક સ્તરના ખેલાડી તરીકે ઊભરી આવી છે. આ ઇન્ટરનેશનલ કંપનીએ અનુક્રમે રૂ.૩.૪૬ અને રૂ.૨.૬૫નો ભાવ કવોટ કરીને બિડિંગમાં સફળતા મેળવી છે.

   આ સ્પર્ધાત્મક વ્યવસ્યાનો લાભ ઉઠાવવા માટે સેમ્બકોર્પ જેવી ઇન્ટરનેશનલ કંપનીઓએ રિન્યુએબલ એનર્જી સેકટરમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. હાલ કંપની તેના પોર્ટફોલિયોમાં ૧૨૦૦ મેગાવોટનો વિન્ડ અને સોલાર એસેટ્સ ધરાવે છે અને ભારતના રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં તેની હિસ્સેદારી વધારીને ૧૦૦ ટકા સુધી લઇ જવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. ઉપરાંત રિન્યુએબલ અને થર્મલ બિઝનેસ વચ્ચે મેળ બેસાડવા માટે આ ઇન્ટરનેશનલ કંપનીએ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ડિયા (એસજીઆઇ)માં આઇડીએફસીનો બાકીનો હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. આ કંપની વૈશ્વિક સ્તરે હાજરી ધરાવે છે અને ૧૧,૦૦૦ મેગાવોટની ગ્રોસ કેપેસિટી સાથે પાવર સેકટરમાં મજબૂત સ્થાનની સાથે-સાથે ૨૩ અબજ ડોલરની માર્કેટ કેપિટલ ધરાવે છે. વિશ્વની કુલ જનસંખ્યાના ૧/૬ ભાગની વસ્તી ભારતમાં રહે છે ત્યારે વિજ વપરાશ અને ઉત્સર્જન તીવ્રતા વિશ્વના સરેરાશ મૂલ્યની સરખામણીએ ભારતમાં દ્યણી જ ઓછી છે.

   રિન્યુએબલ એનર્જી સેકટરમાં આગળ વધવા માટે સરકાર દ્વારા કેવી સહાય આપવામાં આવી છે તેની વાત કરીયે તો તાજેતરમાં રૂ.૧૬,૦૦૦ કરોડ ભારતના એનર્જી સેકટરના વિસ્તરણ માટે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના (સૌભાગ્ય) સ્કીમ માટે ફાળવવામાં આવ્યાં છે. તેનાથી ભારતમાં માથાદીઠ વિજળીનો વપરાશ વધશે જે વિશ્વમાં સૌથી ઓછો છે. અહીં પાવર સેકટરમાં ખાસ કરીને સોલાર અને વિન્ડ કેપેસિટીમાં મોટો વધારો કરવાની જરૂર છે. તેનાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો, પાવર પ્લાન્ટની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે અને કલાઇમેટ ચેન્જની પ્રતિબદ્ઘઓ પુરી થવાની અપેક્ષા છે.  

   ઝડપથી બદલાઇ રહેલાં આ પરિદૃશ્યમાં નવા પાવર મિનિસ્ટર આર.કે. સિંહે તાજેતરમાં જ રિન્યુએબલ એનર્જી સેકટરમાં ઝડપી પરિવર્તન સાથે સુમેળ રાખવા અને હાલમાં ગ્રીન એનર્જી કોરિડોર, બેટરી સ્ટોરેજ ટેકનોલોજી, ગ્રીડ ઇમ્પ્રુવમેન્ટ અને ઇલેકિટ્રક વ્હિકલ્સ પ્રોગ્રામ જેવા કિલન એનર્જી પ્રોજેકટોના રોકાણમાં સરકાર સાથે ભાગીદારી કરવા ઉદ્યોગોને જણાવ્યું છે.

   રોકાણ માટે સૌથી વધુ જોવાયેલા સેકટરમાં કિલન એનર્જી સેગમેન્ટ એક સેકટર છે તેમજ પરંપરાગત અને ઊભરતા ખેલાડીઓ આ સેકટરમાં સર્જાઇ ઊભરી રહેલી નવી તકોને ઝડપી લેવા માટે સજ્જ છે.(૨૧.૧૨)

 (11:45 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો