Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં આતંકી હુમલો, બે આતંકીઓ ઠાર અને એક જવાન ઘાયલ

<br />જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં આતંકી હુમલો, બે આતંકીઓ ઠાર અને એક જવાન ઘાયલ

   શ્રીનગર તા. ૧૪ : હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે એક વાર ફરી અથડામણ સર્જાઈ છે. આ અથડાણમાં બે આતંકીઓને ઠાર કરી દેવાયા છે. હંદવાડામાં આતંકીઓએ સુરક્ષાબળોનાં જવાનો પર હુમલો કરી દીધો હતો, સામે સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

   ઠાર મરાયેલા આતંકીઓ હિઝમુલ મુજાહિદ્દીનનાં હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. આ ઘર્ષણમાં જમ્મુ-કશ્મીર પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે. આ વિસ્તારમાં વધુ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા સાથે સેનાએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

   ઉલ્લેખનીય છે કે ૧૦ નવેમ્બરે પણ જમ્મુ-શ્રીનગર હાઇ-વે પર દક્ષિણી કશ્મીરનાં કુલગામ જિલ્લાનાં કાજીગુંડમાં આતંકીઓએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલામાં કોઇ જ અકસ્માત નોંધાયો નથી.

   આ ઘટના શુક્રવારનાં રોજ સવારે અંદાજે ૧૧.૫૫ કલાકે બની હતી. જયારે પોલીસની ટાટા-૪૦૭ શ્રીનગરથી જમ્મુ તરફ જઇ રહી હતી ત્યારે અચાનક કાજીગુંડનાં બુન્ગામ વિસ્તારમાં હાઇ-વે પર આતંકીઓએ લગભગ ૭થી ૮ રાઉન્ડ આ ગાડી પર ફાયર કર્યું હતું.

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો