Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

સ્ટાર પર્ફોર્મરઃ દાલમિયા ભારતના શેર્સે ૪ વર્ષમાં આપ્યું ૨૨૦૦ ટકા રિટર્ન

૨૦૧૩માં ૧૦,૦૦૦ લગાવનારના આજે ૨.૩૫ લાખ થયા

   નવી દિલ્હી તા. ૧૪ : સિમેન્ટ સેકટર છેલ્લાં ચાર વર્ષથી રોકાણકારોને બમ્પર રિટર્ન આપી રહ્યું છે. જે સ્ટોકે સૌથી વધુ રિટર્ન આપ્યું છે, તે છે દાલમિયા ભારત. બ્રોકરેજ નિર્મલ બાંગ સિકયોરિટીઝના મુજબ, છેલ્લાં ચાર વર્ષોમાં ૨૨૦૦ ટકા રિટર્ન આપીને તેણે દેશના સિમેન્ટ સેકટરના વિકાસની કદાચ સર્વશ્રેષ્ઠ અને સૌથી સફળ ગાથા લખી છે.

   જે કોઈએ નવેમ્બર, ૨૦૧૩માં આ સ્ટોકમાં ૧૦,૦૦૦ રૂપિયા લગાવ્યા હશે, તેમની આ રકમ વધીને ૨.૩૫ લાખ રૂપિયા થઈ ગઈ હશે. ૮ નવેમ્બર, ૨૦૧૭ના રોજ દાલમિયા ભારતના શેર ૨,૯૭૨ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા, જયારે ચાર વર્ષ પહેલાં આ દિવસે તેની કિંમત લગભગ ૧૨૫ રૂપિયા હતી.

   કંપનીએ છેલ્લાં ચાર વર્ષમાં પોતાની ક્ષમતા વધારીને ૨૫ ૃદ્દ કરી લીધી છે, જે વર્ષ ૨૦૦૬માં ૧.૨ mt હતી. આ સાથે જ દાલમિયા ભારત દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે. કંપની ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક, બંને રૂટ્સથી આ સ્તર પર પહોંચી છે. ઇન્ડસ્ટ્રી પર નજર રાખનારાનું અનુમાન છે કે, કંપની આગામી કેટલાંક વર્ષોમાં પોતાની ક્ષમતાનો વધુ વિસ્તાર કરી પોતાનો માર્કેટ શેર વધારશે.(૨૧.૧૨)

   

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો