Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

સાધુ-સંતોની નવે નવ માંગણીઓનો સ્વીકારઃ આંદોલન મોકુફ

અમિતભાઇ શાહ, વિજયભાઇ રૂપાણી, જીતુભાઇ વાઘાણીની સાથે પૂ. ભારતીબાપુ અને સાધુ - સંતોની બેઠક સફળ : યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગિરનાર ક્ષેત્રના વિકાસ માટેની સમિતીમાં સાધુ-સંતોને મહત્વનુ સ્થાન મળશેઃ સરકાર - સાધુસંતો વચ્ચે પૂ.નરેન્દ્રબાપુ મધ્યસ્થી બનશેઃ સાધુસંતોને ટિકીટ આપવાની બાબત સરકાર ઉપર છોડવામાં આવી : અમુક પ્રશ્નો ટુંક સમયમાં ઉકેલાશે, બાકીના પ્રશ્નો ચૂંટણી બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ ઉકેલવા સરકારની ખાત્રીઃ પૂ. ભારતીબાપુની 'અકિલા' સાથે વાતચીત

સાધુ-સંતોની નવે નવ માંગણીઓનો સ્વીકારઃ આંદોલન મોકુફ

      રાજકોટ તા. ૧૪ : આજે બપોરે અકિલા સાથે વાતચીતમાં પૂ.ભારતીબાપુ અને સાધુ-સંતોએ જણાવેલ કે સરકારે સાધુ-સંતોની નવે નવ માંગણી સ્વિકારી લીધી છે.

      દરેક પ્રાચીન ધાર્મિક જગ્યાઓ અખાડાઓ, પ્રાચીન-પુરાતન જગ્યા-સંસ્થાઓને તેમની જમીન ટોકન ભાવથી રેગ્યુલરાઇઝ કરી આપવી, સાધુ-સંતોની અને અધિકારીઓની સમિતિ બનાવી વર્ષોથી આવેલ જગ્યાઓ અંગે ફાઇનલ નિર્ણય લેશે, સાધુ-સંતોને ટિકીટો આપવી, (ટીવી ચેનલોએ ચોટીલાની ટિકીટ નરેન્દ્રબાપુ સોલંકીને અપાશે તેવી વાત જાહેર કરેલ જે નરેન્દ્રબાપુએ નકારી કાઢેલ.)

      આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગીરનાર ક્ષેત્રના વિકાસ માટે જે સમિતિ બને તેમાં સાધુ-સંતોને મહત્વનું સ્થાન અપાશે.

      વર્ષોથી આવેલ દરેક અખાડા, દેહાણ જગ્યા અને જુના મંદિરોને ગ્રાન્ટ આપવી (જેમાં તમામ ૧૩ અખાડા, દેહાણ જગ્યા, નાના-મોટા મંદિરો, જુની ગૌશાળાનો સમાવેશ થાય છે.)

      પૂ. ભારતીબાપુએ એવો નિર્દેશ આપેલ કે સાધુ-સંતો અને સરકાર વચ્ચે સેતુરૂપ સંકલન આપાગીગા ઓટલાના મંહત પૂ. નરન્દ્રબાપુ સોલંકી કરશે.

      સાધુ-સંતોને ટિકીટો આપવા બાબત સરકાર પર છોડાઇ છ.ે

      આ પહેલા જુનાગઢના અકિલાના પ્રતિનિધિ વિનુ જોષીનો અહેવાલ નીચે મુજબ છ.ે

      સાધુ - સંતો દ્વારા સરકાર સામે પોતાના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ઉપવાસ આંદોલનની ચિમકી અપાયા બાદ આજે રાજ્ય સરકાર સંતોના શરણે આવી ગઇ હતી. સાધુ - સંતોને મંત્રણા માટે બોલાવ્યા હતા.

      ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સાથે પૂ. ભારતીબાપુની અધ્યક્ષતામાં સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં સાધુ - સંતો માટે અલગ બોર્ડ નિગમની રચના, પવિત્ર યાત્રા વિકાસ બોર્ડમાં સાધુ - સંતોનું પ્રતિનિધિત્વ, બોર્ડ કે નિગમની રચના, ધર્મ સ્થળોને રેગ્યુલાઇઝ કરી આપવા, જુના ધાર્મિક સ્થળોનું જીર્ણોધ્ધાર સહિતના ૯ પ્રશ્નો અંગે સરકારે સમાધાનકારી વલણ અપનાવ્યું છે.

      પૂ. ભારતીબાપુએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ૯ પ્રશ્નો ટુંક સમયમાં ઉકેલી આપશે તેવી ખાત્રી આપી છે. અમુક પ્રશ્નો ચૂંટણી બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ ઉકેલાશે તેમ જણાવ્યું છે. જેથી સાધુ - સંતોએ ઉપવાસ આંદોલન મોકુફ રાખ્યું છે.

      ૨૪ કલાકનાં અલ્ટીમેટમના પગલે ગુજરાત સરકાર સંતોના શરણે થઇ હતી અને સામે ચાલીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં સંતો સાથે તેમની માંગણીઓ અંગે બેઠક યોજી હતી. આમ, સંતોના ચમત્કારથી સરકારે તુરંત જ નમસ્કાર કર્યા છે. ગઇકાલે જુનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના સાનિધ્યમાં સાધુ-સંતોની બેઠક મળી હતી.

      સંતોની વિવિધ ૪ માંગણીઓ અંગે શ્રી ભારતીબાપુએ ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી હતી. આથી મહામંડલેશ્વર કનીરામજી સહિત સંતોએ સમજાવટથી પૂ. બાપુનો ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ ૨૪ કલાક મોકૂફ રખાવ્યો હતો.

      સાધુ-સંતો માટે અલગ બોર્ડ નિગમની રચના, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સાધુ - સંતોને પ્રતિનિધિત્વ આપવું. ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટી, બોર્ડ કે નિગમની રચના થાય તો તેમાં સાધુ - સંતોને સ્થાન આપવું અને ગિરનાર તિર્થ ક્ષેત્ર સહિતના ધર્મસ્થળોને રેગ્યુલાઇઝ કરી આપવા સહિતની ચાર માંગણીઓ અંગે સંતોએ રાજ્ય સરકારને આખરીનામુ આપ્યું હતું.

      સંતોની બેઠકમાં ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ યોગ્ય સંતને વિધાનસભાની ચૂંટણી લડવા આમંત્રણ આપવામાં આવશે જે તે સંત ટિકિટ મેળવીને ચુંટણી જંગ લડશે તેવો સૂર પણ વ્યકત કરાયો હતો.

      સંતોની મુખ્ય ૪ માંગણીઓ અંગેના અલ્ટીમેટમના પગલે રાજ્ય સરકાર પણ દોડતી થઇ ગઇ છે. ગાંધીનગર ખાતે તાબડતોબ સરકારે સંતો સાથે મીટીંગ ગોઠવી હતી.

      ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સામેથી સંતો સાથે મીટીંગ યોજી હતી.

      મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુની આગેવાનીમાં રાજ્યનાં વરિષ્ઠ સાધુ - સંતો પણ ગાંધીનગર પહોંચ્યા હતા.

      આ સંતો સાથે વિચાર-વિમર્શ કરી તેમની માંગણીઓનો સ્વીકાર કરી હલ કરવાના પ્રયાસો સરકાર તરફેથી હાથ ધરવામાં આવતા અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ટાંણે જ સંતો મેદાને આવતા સરકાર પણ હકારાત્મક અભિગમ માટે તૈયાર થઇ ગઇ હતી.

 (11:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો