Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

પતંજલિ પછી 'શ્રી શ્રી તત્વા'ની થશે માર્કેટમાં એન્ટ્રીઃ ૧૦૦૦ સ્ટોર ખોલશે

શ્રી શ્રી તત્વા અલગ અલગ શ્રેણીઓમાં ૩૦૦થી વધારે પ્રોડકટ્સનું ઉત્પાદન કરે છે

પતંજલિ પછી 'શ્રી શ્રી તત્વા'ની થશે માર્કેટમાં એન્ટ્રીઃ ૧૦૦૦ સ્ટોર ખોલશે

   નવી દિલ્હી તા. ૧૪ : યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડ પછી હવે આર્ટ ઓફ લિવિંગના સહ-સ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ 'શ્રી શ્રી તત્વા' બ્રાન્ડથી માર્કેટમાં એન્ટ્રી કરવા તૈયાર છે. આ માટે કંપનીએ આગામી બે વર્ષમાં ૧૦૦૦ ફ્રેન્ચાઈઝી સ્ટોર ખોલવાની યોજના બનાવી છે. શ્રી શ્રી તત્વાના મેનેજર અરવિંદ વર્ચસ્વી જણાવે છે કે, અમારી પ્રોડકટ્સ દેશભરમાં ફેલાયેલા શ્રી શ્રીના સમર્થકોમાં પહેલાથી જ વપરાય છે. આ સિવાય ૩૫ દેશોમાં પણ અમારી પ્રોડકટ્સની માંગ છે. હવે અમે દેશના બજારોમાં સામાન્ય લોકો સુધી ફ્રેન્ચાઈઝી મોડલના માધ્યમથી પોતાની પ્રોડકટ્સ પહોંચાડવાની યોજના પર કામ કરી રહ્યા છે.

   નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ૭-૮ નવેમ્બરના રોજ થયેલા ફ્રેન્ચાઈઝી ઈન્ડિયા બિઝનેસ ફેરમાં તેમણે IANSને જણાવ્યું કે, શ્રી શ્રીના ૩ ફોર્મેટમાં શ્રી શ્રી તત્વા માર્ટ, શ્રી શ્રી તત્વા વેલનેસ પ્લેસ અને શ્રી શ્રી તત્વા હોમ એન્ડ હેલ્થ શામેલ છે. શ્રી શ્રી તત્વાએ આ માટે ફ્રેન્ચાઈઝી ઈન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. શ્રી શ્રી તત્વા માર્ટ અંતર્ગત સ્ટોર ખોલવામાં આવશે, જેમાં અમારી દરેક પ્રોડકટ ઉપલબ્ધ હશે. શ્રી શ્રી તત્વા વેલનેસ પ્લેસ અને શ્રી શ્રી તત્વા હોમ એન્ડ હેલ્થમાં આયુર્વેદિક અને FMCG પ્રોડકટ્સ મળશે, જેમાં આયુર્વેદિક દવાઓ, ખાદ્યપદાર્થ, અનાજ, ઓર્ગેનિક ખાદ્ય પદાર્થ, પર્સનલ કેર પ્રોડકટ, હોમ કેર પ્રોડકટ અને પૂજા સામગ્રી શામેલ છે.

   કંપનીના CEO તેજ કટપિટિયાએ કહ્યું કે, શ્રી શ્રી તત્વા અલગ અલગ શ્રેણીઓમાં ૩૦૦થી વધારે પ્રોડકટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં ખાદ્ય પદાર્થ, પર્સનલ કેર, હોમ કેર વગેરે શામેલ છે. કંપનીના સૌથી વધારે વેચાતા પ્રોડકટ્સમાં ઓજસ્વિતા(હેલ્થ ડ્રિન્ક), ગાયનું શુદ્ઘ ઘી, શકિત ડ્રોપ, હર્બલ ટૂથપેસ્ટ અને ફેસવોશ શામેલ છે.(૨૧.૧૬)

 (11:32 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો