Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

હાઇવે પર દારૂના વેચાણની છુટ સમગ્ર દેશમાં લાગુ થશેઃ સુપ્રિમ કોર્ટ

   નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, નગરપાલિકા વિસ્તારમાં રાજય અને રાષ્ટ્રીય રાજમાર્ગના પ૦૦ મીટરના દાયરામાં દારૂના વેચાણના પ્રતિબંંધથી મળેલી છુટ સમગ્ર દેશમાં લાગુ થશેઃ મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાના વડપણવાળી પીઠે આ આદેશ આપ્યોઃ પીઠે કહ્યુ કે તામિલનાડુ સરકારની અરજી પર તે એક વર્ગીકૃત આદેશ જારી કરશેઃ અત્રે એ નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટે દેશભરના રાજમાર્ગોના પ૦૦ મીટરના દાયરામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતોઃ ૧૧ જુલાઇએ ચંડીગઢની અરજી પર સુપ્રિમે પોતાનો આદેશ હળવો બનાવ્યો હતોઃ નગરપાલિકાના ક્ષેત્રમાં હાઇવે સાથે જોડાતી દારૂની દુકાનોને પરવાનગી આપી હતીઃ મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ સરકારના હાલના ફેંસલાને ધ્યાને લેતા કહ્યુ હતુ કે સુપ્રિમની છુટ ફકત ચંડીગઢ પુરતી જ છે પરંતુ હવે કોર્ટે કહ્યુ છે કે છુટ સમગ્ર દેશમાં લાગુ થશે.

 (11:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો