Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

ડિજીટલ પેમેન્ટ કરવા પર જીએસટીમાં ર%ની રાહત આપવા પ્રસ્તાવ

સરકારે જીએસટી કાઉન્સીલને પ્રસ્તાવ મોકલ્યોઃ ર ટકાની રાહત આપવાથી સરકારની તિજોરીને ૧૦૮૦૦ કરોડથી લઇને ર૬૦૦૦ કરોડનું નુકસાન થશેઃ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારની રાહત આપવાની ઇચ્છાઃ હવે નિર્ણય કાઉન્સીલ લેશે

   નવી દિલ્હી તા.૧૪ : ડિજીટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે સરકાર જીએસટીમાં છુટછાટ આપવા વિચાર કરી રહી છે. આ કડીમાં કોઇપણ વસ્તુ કે સેવાની ખરીદી પર ડિજીટલ પેમેન્ટ કરવામાં આવે તો જીએસટીમાં બે ટકાની રાહત આપવામાં આવશે. જો કે આનાથી સરકારની તિજોરી ઉપર મોટી અસર પડશે. નાણા મંત્રાલયના માનવા મુજબ આ છુટ આપવાથી વર્ષે ૧૦૦૦૦ થી રપ૦૦૦ કરોડ રૂપિયાનો બોજો પડી શકે છે.

   સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે ડિજીટલ પેમેન્ટ પર જીએસટીમાં ર ટકાની છુટ (એક ટકો સીજીએસટી અને એક ટકો એસજીએસટી) આપવાનો એક પ્રસ્તાવ જીએસટી કાઉન્સીલને મોકલ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીના વડપણમાં તાજેતરમાં યોજાયેલી બેઠકના એજન્ડામાં આ પ્રસ્તાવને સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ સમયના અભાવને કારણે તેના પર ચર્ચા થઇ શકી ન હતી. આ પહેલા કાઉન્સીલની ફીટમેન્ટ કમીટીએ ૩૦ ઓકટોબરના રોજ આ બાબતે વિચાર કર્યો હતો પરંતુ તેના ઉપર કોઇ સહમતી થઇ ન હતી.

   જો કે કેન્દ્રના આ પ્રસ્તાવ ઉપર નાણા મંત્રાલયના અધિકારીઓનું વલણ જુદુ છે તેઓની ચિંતા આ પ્રસ્તાવને કારણે થનારી આવકની નુકસાની અંગેની છે. સુત્રોનુ કહેવુ છે કે નાણા મંત્રાલયનું અનુમાન છે કે ડિજીટલ પેમેન્ટ ઉપર જો જીએસટીમાં બે ટકાની છુટ અપાય તો અનાથી સરકારને ૧૦૮૦૦ કરોડ રૂપિયાથી લઇને ર૬૦૦૦ કરોડ સુધીનુ નુકસાન થઇ શકે છે. મંત્રાલયનું આ અનુમાન આઇટી મંત્રાલયના આંકડા ઉપર આધારીત છે.

   મંત્રાલયનું માનવુ છે કે જો વર્ષ ર૦૧૭-૧૮ કુલ વ્યવહારોની સંખ્યા વધીને ૧૮૦૦ કરોડ થઇ જાય અને વ્યવહારની સરેરાશ રકમ ૧પ૦૦ થી ૧૮૦૦ રૂ. હોય તો સરકારની તિજોરી ઉપર ૧૦૮૦૦ કરોડથી લઇને ર૬૦૦૦ કરોડની અસર પડે.

   અત્રે એ નોંધનીય છે કે ડિજીટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે કાર્ડ, વોલેટ અને ઓનલાઇન ચુકવણા કરવા પર જીએસટીમાં ર ટકાની છુટનો પ્રસ્તાવ કર્યો છે. દરેક વ્યવહાર પર વધુમાં વધુ છુટ ૧૦૦ રૂપિયાની હશે. જો કે આ સુવિધા કમ્પોઝીશન સ્કીમ હેઠળ રજીસ્ટર્ડ વ્યકિતઓને નહી મળે. આની પાછળ સરકારનો વિચાર એ છે કે જો કોઇ ગ્રાહક રોકડમાં ચુકવણુ કરે તો તેણે પુરો જીએસટી આપવો પડશે. જો તે ડિજીટલ ચુકવણુ કરે તો તેણે ર ટકા જીએસટી ઓછો આપવો પડશે. (૩-પ)

   ઘર ખરીદનારને જીએસટીના વધેલા બોજથી રાહત મળશે

   નવી દિલ્હી : જીએસટી પરીષદે આપ્યો સંકેતઃ જીએસટી દાયરામાં સમગ્ર રિયલ એસ્ટેટને નહિ લવાયઃ ખરીદી પર લાગતી સ્ટેમ્પ ડયુટી અને સંપત્તિ કરને એકીકૃત કરી દાયરાની બહાર રાખવામાં આવશે કે જેથી ખરીદનાર પર વધારાનો બોજ ન પડેઃ કોન્ટ્રાકટ પર નિર્માણને જીએસટીના દાયરામાં રાખવા ભાર મુકાયો.

   

 (11:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો