Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

હાર્દીક પટેલની વધુ એક ચોંકાવનારી સામુહીક 'સીડી' !!

બોટાદની ૨૨-૫-૧૭ની ન્યાય યાત્રાના દિવસની શરાબ અને શબાબ સાથેની મનાતી વિડીયો કલીપ આવી બહારઃ બંધ રૂમમાં રાજકોટના કન્વીનર બ્રિજેશ પટેલ તથા યુવતી અને મૂંડન કરાયેલ હાર્દિકને દર્શાવાયા છે

      રાજકોટ, તા. ૧૪ :. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિના સર્વેસર્વા હાર્દીક પટેલની ચોંકાવનારી સીડી બહાર આવ્યા બાદ આજે સુરજ ઉગતાની સાથે જ એક વધુ ખળભળાટ મચાવે તેવી સીડી બહાર આવી છે. આ સીડીમાં એક જ રૂમમાં તાજા મૂંડન કરાવેલ હાર્દીક, રાજકોટના કન્વીનર બ્રિજેશ પટેલ અન્ય એક યુવક તથા હિન્દી ભાષી યુવતીને દર્શાવાયા છે. શરાબ અને શબાબની મહેફીલની આ સીડી એ ભારે ચકચાર જગાવી છે.

      યુ-ટયુબ ઉપર જાહેર થયેલ મનાતી આ સીડી બોટાદમાં ૨૨-૫-૧૭ના રોજ યોજાયેલ ન્યાય યાત્રાના દિવસે મોડી રાત્રીની હોવાનું કહેવાય રહ્યુ છે.

      બે ભાગમાં વહેંચાયેલ આ વીડીયો કલીપમાં ૨૨ની મધરાત્રીએ  ૧૧ને ૧૭ મીનીટથી શરૂ થતી આ વીડીયો કલીપ ૧ને ૫૧ મીનીટે પુરી થાય છે.

      સાચી કે ખોટી મનાતી આ વીડીયો કલીપમાં શરૂઆતમાં મૂંડન કરેલ માથે ચોટલી સાથે ટીશર્ટ તથા ચડ્ડી પહેરેલ હાર્દીક પથારીમાં સુતો-સુતો ટીવીમાં ફિલ્મ જોઈ રહેલ છે. થોડીવારમાં રૂમમાં એક યુવતી આવે છે અને બાદમાં રાજકોટનો પાસ કન્વીનર બ્રિજેશ પટેલ પણ આવે છે.

      થોડીવાર બાદ અન્ય એક મૂંડન કરેલ કદાવર યુવક પણ ટી-શર્ટ, ચડ્ડી સાથે આવે છે. બાદમાં ધીમે ધીમે પથારી ઉપર જ ઠઠ્ઠા-મશ્કરી, છેડછાડ તથા ટીનમાં ચીયર્સ કરીને પીણુ સૌ પીવે છે.

      આ સીડીએ ભારે ખળભળાટ સર્જયો છે. બોટાદ ન્યાય યાત્રાની રાત્રીએ જ ઉતારવામાં આવેલ મનાતી આ સીડીમાં ટીન તો લગભગ 'રેડબુલ' (એનર્જી ડ્રીન્કસ) હોય તેમ લાગે છે.

      ગઈકાલે રૂમમાં હાર્દીક અને એક યુવતીને દર્શાવવામાં આવેલ છે ત્યારે આજે બહાર પડાયેલ મનાતી વિડીયો સામુહિક સીડી છે.

      ગુજરાતનું રાજકારણ હવે છેક છેલ્લી પાટલીએ જશે તે સ્વાભાવિક છે. ગઈકાલે સીડી જાહેર થયા બાદ હાર્દીક પ્રેસ કોન્ફરન્સમાં ખોંખારો ખાઈને ફેંક સીડી હોવાનું કહ્યુ છે ત્યારે આજે વધુ એક સીડી જાહેર થતા હવે મામલો કયાં પહોંચે છે ? તે જોવાનું રહ્યું.

 (11:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો