Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

ગુજરાત ચુંટણી પહેલા રાહુલ ગાંધી અધ્યક્ષ બનશે?

૨૫ નવે.થી ૧૪ ડિસેમ્બર વચ્ચેના સમયગાળામાં તાજપોશી થવાની શકયતા

ગુજરાત ચુંટણી પહેલા રાહુલ ગાંધી અધ્યક્ષ બનશે?

   નવી દિલ્હી તા. ૧૪ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અંદાજે મહિના પહેલા રાહુલ ગાંધી ખૂબ જ જલ્દી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની સંભાવના વ્યકત કરી હતી. સોનિયાએ આ શકયતા દિવાળી પહેલા વ્યકત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતા સતત રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવાની માંગ કરી રહ્યા છે.

   રાહુલ ગાંધી પોતે પણ આ સમયે સારા એવા મૂડમાં જોવા મળી રહ્યા છે. તેઓના દરેક ટ્વીટ, કમેન્ટને ફકત પ્રશંસા જ નહિ પરંતુ ગુજરાત વિધાનસભા ચુંટણી પ્રચાર દરમિયાન તેઓ પક્ષના તારણહાર રૂપે પણ જોવા મળી રહ્યા છે. એવામાં એક મોટો પ્રશ્ન છે કે, શું રાહુલ ગાંધી ગુજરાત ચુંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ બનશે?

   રાહુલ ગાંધીના દિલ્હી અને કેટલાક રાજ્યોમાં અત્યંત સારા મિત્રો છે. તેઓના વડોદરાના એક નજીકના મિત્રના જણાવ્યા મુજબ તેઓ ગુજરાત ચુંટણી પહેલા કોંગ્રેસના અધ્યક્ષ બની જશે. સૂત્રોના જણાવ્યા મુજબ સંપૂર્ણ પટકથા થોડા ફેરફારની સાથે નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પહેલા આ તારીખ નવેમ્બર મહિનાની હતી પરંતુ ગુજરાત વિધાનસભા ચુંટણી તારીખો મોડી હોવાના કારણે રાહુલને આ જવાબદારી આપવામાં થોડું સંશોધન કરવામાં આવ્યું. રાહુલના વડોદરાના આ નજીક મીત્ર મુજબ પક્ષના વરિષ્ઠ પ્રભાવશાળી કોંગ્રેસ મહાસચિવે પણ પુષ્ટિ કરી દીધી છે.

   સુત્રોના જણાવ્યા મુજબ ૨૫ નવેમ્બર બાદ અને ૧૪ ડિસેમ્બર વચ્ચેમાં રાહુલ ગાંધીની આ પદ પર નિમણુંક થવાની શકયતા છે. જો કે આ અંગે દિલ્હીના કોંગ્રેસ મુખ્યાલયે કંઇ પણ જણાવ્યું નથી. જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે, તેઓ પાસે પક્ષની જોગવાઇ મુજબ નવા અધ્યક્ષ માટે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીનો સમય છે.

 (11:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો