Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

હું મર્દ છું, નપુંસક નથી, જે કરીશ તે છાતી ઠોકીને કરીશ

ભાજપમાં આવા કારનામા કરવાવાળા ઘણા છેઃ હું પણ તેઓની સીડી લઇને આવીશઃ હાર્દિક

હું મર્દ છું, નપુંસક નથી, જે કરીશ તે છાતી ઠોકીને કરીશ

      નવી દિલ્હી તા.૧૪ : પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પોતાની કથિત સેકસ સીડીને ગંદી રાજનીતિ અને વિરોધીઓનું ષડયંત્ર ગણાવતા કહ્યુ હતુ કે, હું મર્દ છુ, નપુંસક નથી, જે કરીશ તે છાતી ઠોકીને કરીશઃ હાર્દિકે કહ્યુ છે કે, જે સેકસ સીડી આવી છે તે નકલી છે. ભાજપની ગંદી રાજનીતિનો એ હિસ્સો છેઃ હવે ભાજપે મારી અંગત જીંદગી ઉપર નિશાન તાકયુ છે. ભાજપમાં આ પ્રકારના કારનામા કરનારા અનેક લોકો છે. હવે હું પણ તેઓની સીડી સામે લઇ ને આવીશ.

       હાર્દિક પટેલે કહ્યુ છે કે, મારૂ નામ હવે મોટુ થઇ ગયુ છે. મને બદનામ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગંદી રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપ મને બદનામ કરવા માટે નીચલા સ્તરે ગયુ છે પરંતુ હું ગભરાવાનો નથી. હું ગુજરાતની મહિલાઓનુ અપમાન સહન નહી કરી લઉ.

      હાર્દિક પટેલે કહ્યુ છે કે, ભાજપ ચૂંટણી હારી રહ્યુ છે એટલે સીડી બહાર પાડી, દુઃખની વાત તો એ છે કે જો તેને સ્ટીંગ કર્યુ હોય તો માનત પરંતુ આ મોર્ફ કર્યુ છે. મારે લગ્ન કરવાના છે, મારા ઘરે છોકરા હશે, હું નપુંસક નથી મર્દ છું.

 (11:26 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો