Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

પ્રથમ તબક્કાનું મતદાન પાછું ઠેલાશે!!

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ૨૫૦૦૦ લગ્નો છે... : ભાજપ - કોંગ્રેસે ૧૪મી ડિસેમ્બર પછી મતદાન કરાવવા કરી માંગણી

   નવી દિલ્હી તા. ૧૪ : ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીની તારીખો આગળ વધારવાની માગ કરી રહ્યાં છે. પાર્ટીનું કહેવું છે કે રાજયમાં ૧૪ ડિસેમ્બર બાદ ચૂંટણી કરાવવામાં આવે. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખતા રાજકીય પાર્ટીઓ દ્વારા આ માગ કરવામાં આવી છે.

   પંડિતોનું માનવામાં આવે તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ ૨૫ હજાર જેટલાં લગ્ન થવાના છે. મોટાભાગનાં લગ્ન નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થવાના છે. આ કારણોસર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઓછું થવાની શકયતા છે. મોટાભાગનાં લગ્ન ૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બરની વચ્ચે થવાના છે.

   ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં ૯ અને ૧૪ ડિસેમ્બરે યોજાવાની છે. જેમાં પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અને ૧૪મી ડિસેમ્બરનાં રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેની મતગણતરી ૧૮મી ડિસેમ્બરનાં રોજ યોજાવાની છે.

   કહેવાય છે કે ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ૨૫ હજાર લગ્ન થવાનાં છે. ચૂંટણી પર પણ લગ્નની સિઝનની અસર થઇ શકે છે. ૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર વચ્ચે સૌથી વધુ લગ્ન થશે. જેને લઇ ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તારીખ વધુ આગળ વધારવાની માગ કરી છે. ૧૪ ડિસેમ્બર બાદ ચૂંટણી યોજવામાં આવે તેવી દરેક પાર્ટીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે.(૨૧.૯)

 (10:06 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો