Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

અંકલેશ્વર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે બે બાઇક્સવારના મોત ;

કોસંબા દાદરી વિસ્તારના મૃતક મુકેશ કટારિયા અને અર્જુન મકવાણા બાઇક લઇને ખરોડમાં કડિયા કામ માટે આવતા હતા અને રસ્તામાં કાળ ભેટ્યો

   સુરત :અંક્લેશ્વર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે બાઇક સવારોના મોત નીપજ્યાં છે.કોસંબાથી ખરોડ ગામ ખાતે કડિયા કામ કરવા આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.મળતી વિગત મુજબ સુરતના માંગરોળ તાલુકાના કોસંબા દાદરી વિસ્તારમાં રહેતા મુકેશ કટારીયા અને અર્જુન મકવાણા પોતાની બાઇક લઇને ખરોડ ખાતે કડિયા કામ માટે આવી રહ્યાં હતા.ત્યારે ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી જેમાં બન્નેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવની તાલુકા પોલીસ મથકે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા.

 (11:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS