Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

સુરતમાં પતિએ દારૂના નશામાં પત્નીને દાતરડાના ઘા મારી ક્રુર હત્યા કરી :કાળા કૃત્યનો અહેસાસ થતાં પતિએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું

હળપતિવાસમાં રહેતા યુવકને પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી; અવારનવાર બોલાચાલી થતી હતી

   સુરતમાં હળપતિવાસમાં રહેતા પતિએ દારૂના નશામાં ચૂર થઈને પત્નીને દાતરડાના ઘા મારી ક્રુર હત્યા કરી હતી નશો ઉતરતાં,કાળા કૃત્યનો અહેસાસ થતાં પતિએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

   મળતી વિગત મુજબ સુરતના હજીરા રોડ પર આવેલા ભાટપોર ગામે હળપતિવાસમાં રહેતા યુવકને પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી. મામલે તેમની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. દરમિયાન દારૂના નશામાં ચૂર પતિએ દાતરડાં સાથે ધસી આવીને પત્નીને દાતરડાંના ઘા મારી ઘાતકી હત્યા કરી નાંખી હતી. બનાવ પછી પોતે પણ આત્મહત્યા કરીને મોતને ભેટ્યો હતો.

    બનાવની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પુરાવા એકઠાં કરી વધું તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોને લઈને પતિને શંકા હતી. જેમાં પતિએ ઘાતકી કૃત્ય કરી નાંખ્યું હતું.

 (11:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS