Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

સુરતમાં ભાજપ પ્રદેશ કરોબારી સભ્યનુ અપહરણ બાદ છુટકારો

અપહરણકર્તાઓ ભાજપના નેતા સિદ્ધાર્થ વારડેને નાનપુરા ખાતે છોેડીને ભાગી ગયા

સુરતમાં ભાજપ પ્રદેશ કરોબારી સભ્યનુ અપહરણ બાદ છુટકારો

   સુરતમાં ભાજપ પ્રદેશ કરોબારી સભ્યનુ અપહરણ કરાયા બાદ છુટકારો થયો હતોે. અપહરણ બાદ અપહરણકર્તાઓ ભાજપના નેતાને નાનપુરા ખાતે છોેડીને ભાગી ગયા હતા ભાજપના નેતાનુ અપણરણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય સિદ્ધાર્થ વારડેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ અઠવાગેટ વિસ્તારમાં આવેલ સ્કેટ કોલેજ બહારથી કરવામાં આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. દરમિયાન ભાજપના નેતાને નાનપુરા નજીક છોડીને અપહરકર્તાઓ છોડીને ફરાર થઈ ગયા હતા. જો કે હજી સુધી સિદ્ધાર્થ વારડેનું અપહરણ કેમ કરવામાં આવ્યુ તે હજી સુધી સામે આવ્યુ નથી. પોલીસે અંગે તપાસ હાથધરીને અપહરણ કરનારાઓને ઝડપી પાડવા માટે ચક્રોેગતિમાન કર્યા છે.

    

 (11:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS