Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

ઉદારીકરણ કોંગ્રેસની ભેટ :મનમોહનસિંહ સરકારમાં અર્થતંત્ર વેગવંતુ બન્યું ;પી,ચિદમ્બરમ

મનમોહનસિંહની સરકારમાં 8.5 ટકાથી વધું ભારતનો આર્થિક વિકાસ દર હતો.

ઉદારીકરણ કોંગ્રેસની ભેટ :મનમોહનસિંહ સરકારમાં અર્થતંત્ર વેગવંતુ બન્યું ;પી,ચિદમ્બરમ

   અમદાવાદની મુલાકાતે આવેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અને મનમોહનસિંઘના ભરપેટ વખાણ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અપનાવેલા ઉદારીકરણથી દેશને લાભ થયો છે. લિબ્રલાઈજેશન(ઉદારીકરણ)થી અનેક લોકોને ફાયદો થયો. અર્થતંત્ર વેગવતું બન્યું હતું. ઉદારીકરણને કારણે ક્રાંતિ આવી છે. ઉદારીકરણએ કોંગ્રેસની ભેટ છે.

   પી. ચિદમ્બરમે કહ્યું હતું કે ભારતની ખાસ કરીને મનમોહનસિંઘની દીર્ધ દ્રષ્ટિને કારણે વિશ્વભરમાં મંદીનો માહોલ હતો અને અનેક બેંકો બંધ થઈ ગઈ હતી ત્યારે તે સમયગાળામાં ભારતમાં એક પણ બેંક બંધ નહોતી થઈ. ભારતમાં મંદીની અસર જોવા મળી નહોતી. 1997, 2008માં મંદીમાં અમેરિકા, જર્મનીમાં અનેક બેંક બંધ થઈ ગઈ હતી. મનમોહનસિંહની સરકારમાં 8.5 ટકાથી વધું ભારતનો આર્થિક વિકાસ દર હતો.

 (10:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS